ચેમ્પિયન ગુજરાતને મળ્યા 20 કરોડ, રાજસ્થાન પણ માલામાલ, જાણો કયા પ્લેયર પર કેટલો થયો પૈસાનો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 12:50:13
  • Views : 859
  • Modified Date : 2022-05-30 12:50:13


IPLને 15મી સીઝનનો ચેમ્પિયન મળી ગયો છે. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારીએવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનરઅપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું.


ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ચહલે સીઝનમાં સૌથી વધુ 27 વિકેટ લીધી.


બીજી તરફ, સીઝનમાં સૌથી વધુ રન કરનાર રાજસ્થાનના જોસ બટલરને ઓરેન્જ કેપની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. બટલરે 17 મેચમાં 863 રન બનાવ્યા.


ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા. આ સિવાય ફાઈનલ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ યર, ગેમચેન્જર ઓફ ધ યર, પ્લેયર ઓફ ધ યર અને મેક્સિમમ સિક્સિસ અવૉર્ડ પણ આપવામાં આવ્યો.


 


 


Download Our B K News Today App



Related News