CBSE ધો.12નું પરિણામ જાહેર : 92.71% વિદ્યાર્થીઓ પાસ, ધો. 10નું રિઝલ્ટ પણ આજે આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 10:46:29
  • Views : 192
  • Modified Date : 2022-07-22 10:46:29


CBSE ધો.12નું પરિણામ જાહેર : 92.71% વિદ્યાર્થીઓ પાસ, ધો. 10નું રિઝલ્ટ પણ આજે આવશે


સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડિજીલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે. ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર થશે.


આ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે


cbse.gov.in


cbseresults.nic.in


results.gov.in


parikshasangam.cbse.gov.in


digilocker.gov.in


35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ધોરણ 10 અને 12નાં લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી. જેમાં ધેરણ 10નાં 2116290 અને ધો. 12નાં 1454370 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 26મી એપ્રિલ, 2022 થી 15મી જૂન, 2022 સુધી દેશમાં વિવિધ સ્થળોએ હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.


CBSE ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં પાસ થવાના ગુણ 33% છે. વિષયોમાં જેમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને છે, બંનેમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.


CBSE બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ એક સાથે ચેક કરશે, તો તેવી સ્થિતિમાં બોર્ડની વેબસાઇટ ક્રેશ થવાની સંભાવના છે


આ રીતે જોઈ શકાશે પરિણામ


સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ cbse.gov.in પર જાઓ.


હોમ પેજ પર દેખાતા 10મા કે 12માના પરિણામને લગતી લિંક પર ક્લિક કરો.


હવે તમે નવા પેજ પર આવશો.


અહીં તમારો રોલ નંબર, DOB વગેરે જેવી પૂછવામાં આવેલી માહિતી ભરો અને સબમિટ પર ક્લિક કરો.


તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.


 


Download Our B K News Today App



Related News