ઇન્ડિયન ટીમના વિદેશી ફેન, આયરલેંડથી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા કેરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 12:16:52
  • Views : 348
  • Modified Date : 2021-03-04 12:16:52

    વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચ યોજાઈ રહી છે. જેને લઇને દેશ-વિદેશમાંથી લોકો મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી રહ્યા છે, સાથે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની કેપિસિટીના 50 ટકા દર્શકો માટે મેચ જોવાની મંજૂરી આપવામાં આવી છે.ત્યારે ઇન્ડિયન ટીમનું સમર્થન કરવા માટે વિદેશી ફેન કેરી આયર્લેન્ડથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. તેઓ તેમના દેશની ક્રિકેટ ટીમની ટીશર્ટ લઈને આવ્યા હતા અને સ્ટેડિયમની બહાર તેમણે ચિયર પણ કર્યું હતું. જોકે આ મેચમાં પહેલાં એવા વિદેશી ઇન્ડિયન ફેન હશે જે આ સ્ટેડિયમમાં આવીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરશે.


    આયર્લેન્ડથી આવેલા ઇન્ડિયન ફેન કેરીએ વાતચીતમાં જણાવ્યું કે, તે પહેલી વખત ઇન્ડિયા આવ્યો છે અને આ મેચ જોવા માટે ઘણો ઉત્સાહિત છે. તેની સાથે તેઓ સ્ટેડિયમમાં ચિયર કરીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ પણ કરશે. તે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મોટો ફેન છે. કેરી અહીંયા એકલો મેચ જોવો માટે આવ્યો છે પણ તેણે જણાવ્યું કે, આ સ્ટેડિયમમાં તે નવા લોકોને મળશે અને તેમને મિત્ર બનાવશે. કેરીના ઘણા ઇન્ડિયન ફ્રેન્ડ દિલ્હીમાં રહે છે અને આજે અમદાવાદ મેચ જોવાનો મોકો મળતા કેરીએ ઘણી ખુશી વ્યક્ત કરી છે.

    આ મેચ જોવા આવેલા ટીમ ઇંગ્લેન્ડના ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડથી આવેલા નિક અને લિયો એ વાતચીતમાં જણાવ્યું કે, તેમને આનંદ છે કે તેઓ પહેલી વાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યા છે. ઇંગ્લેન્ડના ફેન્સે આશા વ્યક્ત કરી હતી કે આજે તેમની ટીમ વિજયી થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લી મેચમાં બંને ટિમ સારું રમી હતી પણ આ તેમના અનુસાર ટેસ્ટમેચને ઈંગ્લેન્ડની ટીમ જીતશે.

    આજે ચોથી મેચને જોવા માટે વડોદરાથી અનોખા ક્રિકેટ ફેન અમદાવાદ મેચ જોવા માટે આવી પહોંચ્યા હતા. વડોદરાના 28 વર્ષીય દિવ્યાંગ પ્રકાશભાઈ 2 ઘોડી ના સહારે ચાલે છે. વાતચીતમાં જણાવ્યું કે, તે ક્રિકેટ પ્રેમી છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આજે મેચ જોવા 100 કિમિ દૂરથી આવ્યા હતા. પ્રકાશને આ મેચ જોવા માટે આવવામાં ઘણી તકલીફો વેઠી હતી પરંતુ તેમનો ઉત્સાહ તેમને અહીંયા ખેંચી લાવ્યો હતો.અત્યારે સ્ટેડિયમની બહાર દર્શકોની ભીડ ઉમટી જવા પામી છે. તેવામાં સવારથી મહેનત કરીને પોતાના બોડી પર પેઈન્ટ કર્યા પછી રામબાબુ પણ આજની મેચનો ભાગ બનવા સ્ટેડિયમે પહોંચી ગયા છે. તેઓ સ્ટેડિયમમાં બહાર ભારતની ટીમને ચીયર કરવા માટે પોતાના હાથમાં તિરંગો લઈને આવ્યા હતા, ત્યારે તેઓ આસપાસના દર્શકો સાથે મળીને ફોટો પડાવતા નજરે ચઢ્યા હતા. તેઓ લગભગ ભારતની મોટાભાગની મેચમાં ટીમને ચીયર કરવા માટે આવી પહોંચે છે.


Download Our B K News Today App



Related News