શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 13:29:07
  • Views : 548
  • Modified Date : 2019-05-15 13:29:07

દર વર્ષે મે મહિનામાં ફ્રાન્સના કાન શહેરમાં યોજાનારા 'Festival De Cannes'ને ફિલ્મ્સનો મહાકુંભ કહેવાય છે. 14થી 25 મે સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં વિશ્વના ટોપ નિર્દેશકોની ફિલ્મ્સને પ્રદર્શિત કરવામાં આવે છે. દુનિયાભરના ફિલ્મી સ્ટાર્સ અહીં ભાગ લેવા પહોંચે છે અને રેડ કાર્પેટ પર તેમનો લુક ચર્ચાનો વિષય બને છે.આ વર્ષે ફિલ્મ 'The Dead Don't Die' સાથે આ ફેસ્ટિવલની શરૂઆત થઇ રહી છે. આ વખતે કોઇપણ ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થઇ નથી. ગયા વર્ષે નંદિતા દાસની ફિલ્મ 'મંટો'ને ત્રણ અન્ય ભારતીય ફિલ્મ્સ સાથે આ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરાઇ હતી.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા થવાનું એક કારણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં થનારી સ્પર્ધા પણ છે. આ ફેસ્ટિવલમાં પસંદ કરાયેલી ફિલ્મ્સમાંથી કોઇ એકને Palme d'Or નામનો એવોર્ડ મળે છે. આ એવોર્ડને ફિલ્મ જગતના ઓસ્કારની બરાબર માનવામાં આવે છે.આ વર્ષે કાન્સ ફેસ્ટિવલમાં કોઇ ભારતીય ફિલ્મની પસંદગી થઇ નથી, પરંતુ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં જરૂર હાજરી આપશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118