કેલિફોર્નિયામાં ક્રિસમસ પર 4 કરોડની વસતી ઘરમાં કેદ રહેશે, વધતા કોરોનાથી સૌથી કડક લૉકડાઉનની તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 12:45:41
  • Views : 409
  • Modified Date : 2020-12-05 12:45:41

    અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 4 કરોડની વસતી ક્રિસમસ દરમિયાન ઘરમાં બંધ થઈ શકે છે. અહીં સૌથી કડક લૉકડાઉનની તૈયારી ચાલી રહી છે. અમેરિકામાં 3 ડિસેમ્બરે સૌથી વધુ 2.18 લાખ કોરોના દર્દી મળ્યાં હતાં. એ દિવસે સૌથી વધુ 2918 લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમિત મામલે સૌથી પ્રભાવિત ટોચના 5 રાજ્યોમાં કેલિફોર્નિયા પણ સામેલ છે.ગુરુવારે કેલિફોર્નિયામાં એક જ દિવસે 21825 કેસ નોંધાયા હતા. અન્ય રાજ્યની સરખામણીએ તે ઘણા વધુ છે. 145 મોતની સાથે કેલિફોર્નિયા દેશમાં 5મા ક્રમે હતું. લૉકડાઉન દરમિયાન બહાર હરવા-ફરવાનું, ખાવા-પીવાનું, રમત-ગમત બધુ જ બંધ કરાશે. સલૂન, બ્યુટીપાર્લર પણ બંધ રહેશે. પશ્ચિમના દેશોના સૌથી મોટા તહેવાર ક્રિસમસ અને નવા વર્ષ સમયે જ લૉકડાઉન જાહેર કરાય તેવી શક્યતા છે. લોસએન્જેલસમાં તો 3 સપ્તાહના લૉકડાઉનની શરૂઆત પણ થઈ ચૂકી છે. અમેરિકા કોરોના સંક્રમિતોની સંખ્યાની દૃષ્ટિએ ટોચ પર છે. બીજા ક્રમે ભારત છે.


Download Our B K News Today App



Related News