કિસાન સંઘ ધ્વારા સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે

  • Published By :
  • Published Date : 2022-09-09 16:37:04
  • Views : 242
  • Modified Date : 2022-09-09 16:37:04

   ગૃહમંત્રી અને કિસાન સંઘની  બપોરે 2.30 કલાકે બેઠક નું આયોજન થયું હતું. દેખાવ કરી રહેલા કિસાન સંઘ ના આગેવાનો સાથે બેઠક થઈ. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મળવાની બાહેનધરી આપી હતી. ગણપતિ વિસર્જન કર્યા બાદ મુલાકાત ગોઠવવામાં આવી હતી. કિસાન સંઘ ના આગેવાનો ને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યા હતા. ગૃહમંત્રી કિસાન સંઘ ના આગેવાનો ની રજુઆત સાંભળી. વિવિધ મુદ્દાને લઈ રજુઆત કરવામાં આવી. રજુઆતનો ઉકેલ સત્વરે આવશે, તેવી બાંહેધરી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે. 

  ભારતીય કિસાન સંઘે સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે. ગાંધીનગરના ધરણા બાદ મંત્રીઓના નિવાસસ્થાનનો ઘેરાવ શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હર્ષ સંઘવીના નિવાસ્થાનનો ઘેરાવ કરવા કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા હતા. સુરતમાં પાર્લે પોઇન્ટમાં સંઘવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. વાટાઘાટો માટે બનાવાયેલા પાંચ મંત્રીઓની કમિટીમાં હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે. કિસાન સંઘ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરે પહોંચ્યું હતું. વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવા માટે પહોંચ્યું. સમાન વીજ દર, મહેસુલ પ્રશ્નો, પાક વિમા ચુકવણી, જમીન રી સર્વે વગેરે પ્રશ્નોને લઈ રજુઆત કરવા માટે આગેવાનો પહોંચ્યા હતા. 

  ગત 25 ઓગસ્ટથી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કિસાન સંઘ આંદોલન ચલાવી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્નો ઉકેલશે તે જ રાજ કરશે, તેમ કિસાન સંઘે કહ્યું હતું. અત્યારે 25થી 30 ખેડૂત આગેવાનો સંઘવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ હર્ષ સંઘવીએ આગેવાનોને મળવા માટે બે વાગ્યો આમંત્રણ આપ્યું છે. માંગણી સંતોષતા કિસાન સંઘ આક્રોશિત થયા છે. ખેડૂતોની માંગણી મુદ્દે સરકાર ટસની મસ ન થતા કિસાન સંઘ આક્રોશિત છે. 

Download Our B K News Today App



Related News