પેટાચૂંટણી: રામપુરમાં સપા આગળ, આઝમગઢમાં ભાજપની લીડ, દિલ્હીમાં આપનો દબદબો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 10:58:05
  • Views : 262
  • Modified Date : 2022-06-26 10:58:05

પેટાચૂંટણી: રામપુરમાં સપા આગળ, આઝમગઢમાં ભાજપની લીડ, દિલ્હીમાં આપનો દબદબો

ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ તથા પંજાબની સંગરુર લોકસભા સીટ ઉપરાંત ત્રિપુરાની ચાર અને આંધ્રપ્રદેશ , ઝારખંડ અને દિલ્હીની એક એક વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે આઠ વાગ્યાથી વોટની ગણતરી શરૂ થઈ ગઈ છે. પેટાચૂંટણી માટે 23 જૂનના રોજ વોટિંગ થયું હતું. આપને જણાવી દઈએ કે, ત્રણ લોકસભા સીટો માટે આ વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ ખાલી થઈ હતી. યુપીની આઝમગઢથી અખિલેશ યાદવ અને રામપુર સીટ પરથી આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ લોકસભાનું સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આવી જ રીતે પંજાબની સંગરુર સીટથી સાંસદ રહેલા ભગવંત માને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, તેથી આ સીટ પર ખાલી પડી હતી.

આઝમગઢ લોકસભા પેટાચૂંટણીના રુઝાનમાં મોટી જાણકારી સામે આવી છે. અહીંથી ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ નિરહુઆ આગળ ચાલી રહ્યા છે. નિરહુઆને શરૂઆતમાં 647 વોટથી લીડ મળી હતી. 

ત્રિપુરા સીએમ  આગળ ચાલી રહ્યા છે 

ત્રિપુરાની 4 સીટો પર પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં અગરતલા,ટાઉન બારદોવાલી, સૂરમા અને જુબરાજનગરના પરિણામ આવી રહ્યા છે. સીએમ ઼ડો. માણિક સાહા ટાઉન બારદોવાલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 250થી વોટથી આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપને 1905, લેફ્ટને 402, ટીએમસીને 105 અને કોંગ્રેસને 1237 વોટ મળ્યા છે. 

રામપુરમાં સપા 6757 વોટથી આગળ

રામપુર લોકસભા સીટ પર શરૂઆતી રુઝાનમાં ભાજપના ઉમેદવાર ધનશ્યામ સિંહ લોધી સતત પાછળ રહેતા જાય છે. અત્યાર સુધીની ગણતરીમાં ભાજપના ધનશ્યામ સિંહ લોધીને 15462 વોટ મળ્યા છે. જ્યારે સપાના ઉમેદવાર અસીમ રઝાને 22219 વોટ મળ્યા છે. 

ત્રીજા રાઉન્ડમાં પણ આપ આગળ

દિલ્હીની રાજેન્દ્રનગર સીટ પર ત્રીજા રાઉન્ડની ગણતરીમાં ભાજપને 145 વોટ મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠક હજૂ પણ 2120 વોટથી આગળ ચાલી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News