બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 95 વૃક્ષોનું રી-પ્લાન્ટેશન થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 14:43:43
  • Views : 460
  • Modified Date : 2019-06-16 14:43:43

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરા શહેરના લાલબાગ એનએઆઇઆર ખાતે બની રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગામી બે દિવસ બાદ ટ્રી રી-પ્લાન્ટેશન શરૂ થશે. અંદાજે 95 વૃક્ષ ત્યાંથી બહાર કાઢી આ જ સ્થળે ફરી લગાવવામાં આવશે. વડોદરા શહેરમાં આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત ઝાડનુ રી-પ્લાન્ટેશન થશે.હાઇસ્પીડ ટ્રેનના રૂટ પર ટ્રી રી-પ્લાન્ટેશન કરાશેમુંબઇ હાઇસ્પીડ ટ્રેનના સમગ્ર રૂટ પર થનાર ટ્રી રી-પ્લાન્ટેશન થશે. અમદાવાદથી વડોદરા સુધી અંદાજે 1000 ઉપરાંત વૃક્ષ આવેલા છે. જે વૃક્ષોને કાઢીને ફરી લગાવવા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.વડોદરા: રેલવેના નીતિ નિયમોને નેવે મૂકી ગેરકાયદે રીતે હાઈસ્પીડ ઇન્ટરનેટ દ્વારા રેલવેની ઈ-ટિકિટ બુક કરાવતા રેલવેના વિવિધ દલાલો સામે રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) દ્વારા ઓપરેશન થંડર અંતર્ગત દેશભરમાં 205 શહેરમાં કાર્યવાહી કરવામાં આવતાં વડોદરા સહિત દેશમાંથી 400 કરતાં વધુ દલાલો રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેના પગલે રેલવે ટિકિટના ગેરકાયદે વેપલામાં સંડોવાયેલ તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.સવારે 10થી 12માં એજન્ટો પર પ્રતિબંધ છતાં ઇ-ટિકિટો બુક કરાવે છેસામાન્ય રેલ યાત્રીઓને સરળતાથી ટિકિટો મળી રહે તે માટે આઇઆરસીટીસીની વેબસાઇટ પર સવારે 10થી 12 દરમિયાન થતા તત્કાળ બુકિંગ માટે એજન્ટો પર પ્રતિબંધ મૂકેલો છે, છતાં એજન્ટો સવારે 10થી 10:15 વાગ્યા દરમિયાન પર્સનલ આઇડી દ્વારા ઈ-ટિકિટો બુક કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરપીએફના આ રાષ્ટ્રીય ઓપરેશન અંતર્ગત વડોદરા ડિવિઝન આરપીએફ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર અને સ્ટાફે વડોદરા શહેરમાંથી નિરવ કાંતિલાલ દેઢિયા (રહે. હીરા પન્ના કોમ્પ્લેક્ષ, ઓફિસ અલકાપુરી આર્કેડ, તીર્થી ટ્રાવેલ્સ) દિપક ભુપતભાઈ અનામી (રહે.જલારામ એપાર્ટમેન્ટ,હરણી રોડ, રાજ ઇન્ટરનેશનલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ) અને મોહંમદ જૂનેદ અબ્દુલ રજાક મેમણ ( રહે,બહાર કોલોની, આજવા રોડ, ઓફિસ,ન્યૂ હેવન કોમ્પ્લેક્ષ પાણીગેટ)ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. ત્રણે એજન્ટો પાસેથી 50 હજાર રૂપિયાની મુસાફરી થઇ ગયેલી અને રૂ.76000ની બાકી મુસાફરીવાળી ટિકિટો કબજે કરાઈ હતી.દરમિયાન 3 લેપટોપ પણ કબજે કરવામાં આવ્યાં હતાં.કેવી છે દલાલોની મોડસ ઓપરેન્ડી?આરપીએફનાં સૂત્રોએ જણાવ્યું હતું કે દલાલો હાઈસ્પીડ ઇન્ટરનેટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા, બુકિંગ કરનાર સામાન્ય વ્યક્તિના કોમ્પ્યુટરનું કર્સર ફરતું રહે, ત્યાર સુધીમાં દલાલો સંખ્યાબંધ ટિકિટો મેળવી લેતા હતા.રેલવે સ્ટાફની સંડોવણીની શક્યતારેલવે ટિકિટના કૌભાંડમાં રેલવે સ્ટાફની શક્યતા ચકાસાઈ રહી છે, આ અંગે આરપીએફના ડાયરેકટર જનરલ અરુણ કુમારે જણાવ્યું હતું કે આ તપાસનો વિષય છે. રેલવેના કોમર્શિયલ વિભાગ પાસેથી ઈ ટિકિટના રિયલ ટાઇમનો ડેટા માંગવામાં આવ્યો છે. જેના આધારે સાચી વાત બહાર આવશે.

Download Our B K News Today App



Related News