બીએસએફના જવાનોએ અમૃતસરમાં પાક. તરફથી ઘુસી આવેલા ડ્રોનને ફૂંકી માર્યું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 16:58:21
  • Views : 490
  • Modified Date : 2022-12-24 16:58:21

પાકિસ્તાની તસ્કર ધુમ્મસનો ફાયદા ઉઠાવી ડ્રોન દ્વારા સતત ભારતીય સીમામાં હથિયાર અને ડ્રોન મોકલી રહ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે સતત ત્રીજા દિવસે એક ડ્રોનને પાડી દીધું છે. અમૃતસરસેક્ટરના અંતર્ગત આવતી બીઓપી પુલ મૌરા વિસ્તારના સીલ કરીને હવે સેના સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે.

જાણકારી મુજબ સવારે 7.45 વાગે બોર્ડર પર બીએસએફની બટાલિયન 22ના જવાનો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમને ડ્રોનનો અવાજ સાંભળવા મળ્યો. અવાજ સાંભળતા જ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાનોની ગોળી ડ્રોનને પાડી દેવામાં સફળ રહી. ડ્રોનના ટુકડા 50 મીટરના એરિયામાં પડ્યા, જેને જવાનોએ જપ્ત કરી લીધા છે.

ડ્રોન જોઇને બીએસએફના જવાનો હેરાન થયા. અમૃતસરમાં પાડી દેવામાં આવેલું આ ડ્રોન 6 ફૂટનું બતાવવામાં આવે છે. એટલું જ નહીં, તેમાં લાગેલી બેટરી 25 હજાર એમએચની છે. આ ડ્રોન તેની સાથે 25 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવવામાં સક્ષમ માનવામાં આવે છે.

બીએસએફના અધિકારીઓ અનુસાર પાડી દેવામાં આવેલું ડ્રોન દેખાવમાં ખૂબ મોટું અને અલગ પ્રકારનું છે. જોકે હાલમાં તો તેને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યું છે, જેથી તેના ફ્લાઇંગ રેકોર્ડને તપાસી શકાય. એના સિવાય તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તેના દ્વારા ફેંકવામાં આવેલી વસ્તુઓને જપ્ત કરી શકાય.

આને બીએસએફની તરફથી છેલ્લા ત્રણ દિવસોમાં ચોથી સૌથી મોટી કારવાઇ માનવામાં આવે છે. બે દિવસ પહેલાં જ અમૃતસર સેક્ટર અંતર્ગત ભૈરોવાલ બીઓપી પર ડ્રોન પાડી દેવામાં આવ્યું હતું. તો ગુરૂવારે સવારે તરનતારનમાં બીઓપી ચંડીગઢમાં પણ ડ્રોન પકડી પાડવામાં આવ્યું હતું.

આ દરમિયાન બીએસએફના જવાનોની ફિરોઝપુર સેક્ટરમાં પાકિસ્તાની તસ્કરોની સાથે અથડામણ થઇ હતી. જવાનોએ 25 કિલો હેરોઇનની જપ્ત કર્યું હતું.

Download Our B K News Today App



Related News