પાકિસ્તાનમાં હોળીના અવસરે હિન્દુ ડોક્ટરની નિર્મમ હત્યા, આરોપી ડ્રાઈવર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-09 17:14:22
  • Views : 496
  • Modified Date : 2023-03-09 17:14:22

પાકિસ્તાનમાં એક હિન્દુ ડોક્ટરની તેના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે. હૈદરાબાદ શહેરમાં આવેલી સિટિઝન કોલોનીમાં મંગળવારે મોડી રાત્રે 60 વર્ષીય સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. ધરમ દેવ રાઠીની તેમના ડ્રાઇવરે જ હત્યા કરી નાંખી છે. પોલીસે જણાવ્યું કે કાર ચાલક હત્યા કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ડોક્ટર ધરમના રસોઇયાએ જણાવ્યું કે જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારે આરોપી ડ્રાઈવર અને ડોક્ટર વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી.

ડોક્ટરના રસોઇયાએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પ્રારંભિક તપાસના આધારે શહેરના SSP અમજદ શેખે જણાવ્યું કે, આરોપીનું નામ હનીફ લેઘારી છે. રસોઇયા દિલીપ ઠાકુરને ટાંકીને તેણે કહ્યું કે, જ્યારે તેઓ (ડ્રાઇવર અને ડૉક્ટર ધરમ દેવ રાઠી) ઘરે પહોંચ્યા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. રસોઇયાએ પોલીસને જણાવ્યું કે, ખૈરપુર મીરના રહેવાસી લેઘારીએ હિંદુ ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરી અને ભાગી ગયો.

રસોઇયા ઠાકુરે હત્યાની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ડોક્ટરને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડોક્ટરનો પરિવાર અમેરિકામાં રહે છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનના સિંધમાં દયા ભીલ નામની હિન્દુ મહિલાની હત્યા કરવામાં આવી હતી. 40 વર્ષીય દયા ભીલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારા દ્વારા તેનું માથું શરીરથી કાપી નાંખવામાં આવ્યું હતું, અને તેનું શરીર ખરાબ હાલતમાં મળી આવ્યું હતું. દયા ભીલની હત્યાના કેસમાં ભારત સરકારે પાકિસ્તાનને હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી

Download Our B K News Today App



Related News