બ્રિટનમાં અાગામી ઠંડીની સિઝનમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે, જર્મનીમાં ફરી લોકડાઉના સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:42:28
  • Views : 421
  • Modified Date : 2020-12-09 11:42:28

    વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.85 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 74 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 15 લાખ 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. બ્રિટનના સાયન્સ ચીફે કહ્યું છે કે ભલે દેશમાં વેક્સિન આવી ગઈ હોય પરંતુ અગામી ઠંડીની સિઝનમાં પણ બ્રિટનના લોકોએ માસ્ક પહેરવું પડી શકે છે. ઈટાલી અને જર્મનીમાં સંક્રમણ હાલ પણ કાબુમાં આવ્યું નથી. ઈટાલીમાં તો મૃત્યુનો આંકડો 60 હજારને વટાવી ગયો છે.બ્રિટન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર પેટ્રિક વાલેન્સે દેશના લોકોને બેદરકારીથી બચવાની સલાહ આપી છે. ધ ટેલિગ્રાફ ન્યુઝ પેપર સાથેની વાતચીતમાં પેટ્રિકે કહ્યું- એ વાત સાચી છે કે અાપણે વેક્સિન લગાવનાર પ્રથમ દેશ બની ગયા છે. આ ખૂબ મોટી સફળતા છે. જોકે તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર થઈ જઈએ. મારું માનવું છે કે અમે અગામી ઠડીમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે અને તેના માટે તૈયાર રહેવું જોઈએ. વેક્સિનની સાથે જો લોકો સાવધાની રાખશે તો એ તેમના માટે સારું રહેશે. તેની સાથે જ પ્રતિબંધ લાગુ રહેશે કારણે તેનો કોઈ વિકલ્પ નથી.યુરોપના વધુ એક દેશ ઈટાલીમાં પણ સ્થિતિ સુધરી નથી. મંગળવારે મૃત્યુ પામનારાઓનો આંકડો 60 હજારથી વધુ થઈ ગયો. મંગળવારે અહીં એક જ દિવસમાં 564 લોકોના મૃત્યુ થયા છે. આ દરમયાન લગભગ 19 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં સોમવારે 21 હજાર મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. કોરોનાના મૃત્યુના મામલામાં ઈટાલી વિશ્વમાં હાલ છઠ્ઠા સ્થાને છે.


    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિઉલાની સંક્રમણ પછી હવે સ્વસ્થ છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. 76 વર્ષના રૂડી ન્યુયોર્કના મેયર પણ રહી ચૂક્યા છે.ફ્રાન્સમાં લોકડાઉનને મળેલી સફળતા પછી જર્મન સરકારે આ મામલામાં પોતોનું વલણ બદલ્યું છે. જર્મનની હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે રાતે કહ્યું કે હાલ જે સ્થિતિ છે, તેને ગંભીરતાથી લેવી પડશે. અમારી પાસે હવે પ્રતિબંધોને સખ્ત કરવા સિવાય વિકલ્પ નથી. દેશમાં ઝડપથી તમામ સ્કુલોને બંધ કરવામાં આવી શકે છે. આ સિવાય બિનજરૂરી દુકોનો બંધ પણ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર લોકડાઉન પણ જાહેર કરી શકે છે.

અમેરિકા1,55,91,5962,93,39890,87,057
ભારત97,35,9751,41,39892,14,806
બ્રાઝીલ66,75,9151,78,18458,54,709
રશિયા25,15,00944,15919,81,526
ફ્રાન્સ23,09,62156,3521,71,868
ઈટાલી17,57,39461,2409,58,629
યુકે17,50,24162,033उपलब्ध नहीं
સ્પેન17,15,70046,646उपलब्ध नहीं
અર્જેન્ટીના14,69,91940,00913,05,587
કોલંબિયા13,84,61038,15812,78,326

    WHOએ કહ્યું છે કે કોવિડ-19 વેક્સિનને અનિવાર્ય કે મેન્ડેટરી ન કરવી જોઈએ. સંગઠને કહ્યું કે તેનો ઉપયોગ મેરિટના આધારે કરવામાં આવે. અનિવાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. જેને તેની જરૂર છે તેને જરૂર આપવી જોઈએ. હવે અમારે એ જોવું પડશે કે દેશ આ વેક્સિનનો ઉપયોગ કઈ રીતે કરે છે. બીજી તરફ યુએનની હેલ્થ એજન્સીએ તેને મેન્ડેટરી કરવાનું કહ્યું છે.



Download Our B K News Today App



Related News