બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો પ્રજાસત્તાક દિવસે ભારતના મુખ્ય અતિથિ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 17:13:21
  • Views : 421
  • Modified Date : 2019-11-14 17:13:21

વડાપ્રધાન મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમમાં હાજર રહ્યા હતા તે સમિટ દરમિયાન તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ બ્રાઝિલમાં ભારતીયોને વીઝા-મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય મામલે રાષ્ટ્રપતિ બોલ્સનારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમણે વર્ષ 2020ની 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારત પધારવાનું આમંત્રણ આપ્યું છે.આમ વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બિઝનેસ ડેલિગેશન સાથે ભારતના પ્રવાસે આવશે. જેમાં તેઓ અંતરિક્ષ અને રક્ષાના ક્ષેત્રમાં સહયોગ પર કરાર કરી શકે છે. વડાપ્રધાન મોદીએ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી જેમાં બંને દેશના નેતાઓની વચ્ચે વેપાર, સુરક્ષા અને સંસ્કૃતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. પુતિને આગામી વર્ષે મોસ્કોમાં યોજાનારા વિક્ટ્રી ડે સેલિબ્રેશનમાં મોદીને આમંત્રિત કર્યા હતા. આમ પુતિને જણાવ્યું હતું કે તેમની વડાપ્રધાન મોદી સાથે એક વર્ષમાં આ ચોથી મુલાકાત છે. આ મુલાકાતોને કારણે જ ભારત-રશિયા વચ્ચેના સંબંધો વધારે ગાઢ બન્યા છે. જેમાં બંને દેશોની વચ્ચે વેપારમાં 17 ટકાનો વધારો નોંધાયો છે.આમ બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આમ બંનેની વચ્ચે વેપાર સંગઠન, બ્રિક્સ અને આર.સી.ઇ.પી (મુક્ત વેપાર કરાર) સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. .જેમાં બંને દેશોએ સરહદથી સંબંધિત બાબતો પર વિશેષ પ્રતિનિધિઓની વધુ એક બેઠક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સહરદી વિસ્તારોમાં સુરક્ષા અને શાંતિને જાળવી રાખવા મામલે ચર્ચા થશે.

Download Our B K News Today App



Related News