સેન્ચ્યુરીયનમાં ભારત અને સાઉથ આફ્રિકા બંને ટીમ સામસામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-13 19:18:21
  • Views : 198
  • Modified Date : 2024-11-13 19:18:21

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 સિરીઝની ત્રીજી મેચ આજે સેન્ચુરિયનમાં રમાશે. સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રાત્રે 8:30 વાગ્યે મેચ શરૂ થશે, ટૉસ રાત્રે 8 વાગ્યે થશે. ભારત 6 વર્ષ પછી અહીં T-20 મેચ રમશે, 2018માં ટીમ હોમ ટીમ સામે હારી ગઈ હતી.4 T20 સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ભારતે પહેલી મેચ 61 રને અને સાઉથ આફ્રિકાએ બીજી મેચ 3 વિકેટે જીતી હતી. સિરીઝની છેલ્લી મેચ 15 નવેમ્બરે જોહનિસબર્ગમાં રમાશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 29 T-20 રમાઈ છે. ભારતે 16 અને સાઉથ આફ્રિકા 12 જીત્યા હતા. બંને વચ્ચેની મેચ પણ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે આ વર્ષે T-20 વર્લ્ડ કપની ફાઈનલ પણ રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો.સેન્ચુરિયનમાં બંને વચ્ચે છેલ્લી મેચ 2018માં રમાઈ હતી, જ્યારે હોમ ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. બંનેએ સાઉથ આફ્રિકામાં 22 T-20 રમી હતી, જેમાં ભારતે 12 અને હોમ ટીમે 9માં જીત મેળવી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે બીજી મેચમાં 47 રન બનાવીને સાઉથ આફ્રિકાને જીત અપાવી હતી. તે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગેરાલ્ડ કોત્ઝી ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેના નામે 4 વિકેટ છે. તેણે પ્રથમ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. ટીમ તેના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર નહીં કરે.   સેન્ચુરિયનમાં અત્યાર સુધીમાં 14 T-20 રમાઈ છે, જેમાં 7 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમો અને 7 વખત પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી છે. 258 રન અહીંનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ચેઝ કરવો સરળ બની ગયો છે. તેથી, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.   બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા/રમણદીપ સિંહ, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, રેયાન રિકલ્ટન, ટ્રીસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, એન્ડિલ સિમેલેન, માર્કો યાન્સેન, ગેરાલ્ડ કોત્ઝી, એન પીટર અને કેશવ મહારાજ.

 

Download Our B K News Today App



Related News