બોમ્બે હાઈકોર્ટનો આદેશ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલાનુ ગેરકાયદે બાંધકામ તોડવાનો

  • Published By :
  • Published Date : 2022-09-20 15:26:35
  • Views : 205
  • Modified Date : 2022-09-20 15:26:35

જસ્ટિસ આર.ડી.ધાનુકા અને જસ્ટિસ કમલ ખતાની એક બેન્ચે કહ્યુ કે બીએમસીને રાણે પરિવાર દ્વારા સંચાલિત કંપની તરફથી દાખલ બીજી અરજી પર વિચાર કરવાની પરવાનગી આપી શકાય નહીં કેમ કે આવુ કરવાથી અનધિકૃત નિર્માણને પ્રોત્સાહન મળશે. કંપની દ્વારા દાખલ અરજીમાં અનધિકૃત નિર્માણને નિયમિત કરવાની માગ કરવામાં આવી છે.   કોર્ટે બીએમસીને બે અઠવાડિયાની અંદર અનધિકૃત ભાગને પાડવા અને એક અઠવાડિયા બાદ કોર્ટને કામગીરીનો રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા.10 લાખ રૂપિયાનો દંડ બેન્ચે નારાયણ રાણે પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો અને આ રકમને બે અઠવાડિયાની અંદર મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાના આદેશ આપ્યા. નારાયણ રાણેના વકીલ શાર્દુલ સિંહએ કોર્ટને છ અઠવાડિયા માટે પોતાના આદેશ પર રોક લગાવવાની વિનંતી કરી જેથી તે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે. જોકે કોર્ટે તેમની વિનંતી ફગાવી દીધી.

Download Our B K News Today App



Related News