કરિશ્મા-કરીનાના 74 વર્ષીય પિતા રણધીર કપૂર કોવિડ પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 16:39:47
  • Views : 1060
  • Modified Date : 2021-04-29 16:39:47

    બોલિવૂડને કપૂર ખાનદાને એક અલગ જ ઓળખ આપી છે. પૃથ્વીરાજ કપૂરથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સે અલગ જ ઈમેજ બનાવી છે. જોકે, લાગે છે કે કપૂર પરિવારને કોઈની નજર લાગી ગઈ છે. હવે રણધીર કપૂરને કોરોના થયો હોવાથી તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

    15 ફેબ્રુઆરી, 1947માં મુંબઈમાં જન્મેલા રણધીર કપૂરે 1955માં ફિલ્મ 'શ્રી 420'માં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 'દો ઉસ્તાદ'માં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. 1968માં ફિલ્મ 'ઝૂક ગયા આસમાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 1971માં 'કલ આજ ઔર કલ'થી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેઓ પોતાના પિતા રાજ કપૂર જેટલા સફળ થયા નહોતા. આ જ વર્ષે તેમણે બોલિવૂડ એક્ટ્રેસ બબિતા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને દીકરી કરિશ્મા તથા કરીના છે. જોકે, 1988માં રણધીર તથા બબિતા અલગ થઈ ગયા હતા. બંને દીકરીઓ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ હતી.રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ ડિવોર્સી હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. આવી સ્થિતિમાં તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138