સુભાષ ઘઈ હીરો ના બની શક્યા તો ડિરેક્ટર બન્યા, પત્ની રેહાનાએ લગ્ન બાદ ધર્મપરિવર્તન કરીને નામ બદલ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 13:27:14
  • Views : 393
  • Modified Date : 2021-01-24 13:27:14

    24 જાન્યુઆરી, 1945ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં બોલિવૂડના જાણીતા ડિરેક્ટર સુભાષ ઘઈનો જન્મ થયો હતો. તેમનો આજે એટલે કે 24 જાન્યુઆરીએ 76મો જન્મદિવસ છે. સુભાષ ઘઈ નાનપણથી હીરો બનવા માગતા હતા. જોકે, નસીબે તેમને ડિરેક્ટર બનાવી દીધા. રાજ કપૂર બાદ બોલિવૂડમાં સુભાષ ઘઈને શોમેન કહેવામાં આવે છે.નાગપુરમાં જન્મેલા સુભાષ ઘઈ દિલ્હીમાં મોટા થયા છે. તેમના પિતા દિલ્હીમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. દિલ્હીમાં સ્કૂલિંગ કર્યા બાદ રોહતકની એક કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ 1963માં એક્ટિંગ શીખવા માટે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)માં આવ્યા હતા. અહીંયા એક્ટિંગનો કોર્સ પૂરો કરીને મુંબઈ આવી ગયા હતા.


    પુણેમાં અભ્યાસ દરમિયાન FTIIમાં એક કલ્ચરલ ઈવેન્ટ યોજાઈ હતી. અહીંયા પહેલી જ વાર સુભાષ તથા રેહાનાની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પહેલાં મિત્રતા અને પછી પ્રેમ થયો હતો. બંને અલગ ધર્મના હોવાથી પરિવારને આ લગ્ન સામે વાંધો હતો. જોકે, બંનેમાં કોઈએ પણ પરિવારની વાત માની નહીં અને અંતે 1970માં બંનેએ લગ્ન થયા હતા. લગ્ન બાદ રેહાનાએ ધર્મ પરિવર્તન કરીને મુક્તા નામ કર્યું હતું. પછી સુભાષ ઘઈએ 'મુક્તા આર્ટ્સ'ના નામથી પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. 1978માં સુભા ઘઈએ નાના ભાઈની દીકરી મેઘનાને દત્તક લીધી હતી. લગ્નના 28 વર્ષ બાદ સુભાષ તથા મુક્તાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેમની નાની દીકરીનું નામ મુસ્કાન છે.

    સુભાષ ઘઈએ પોતાની કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. મુંબઈ તેઓ હીરો બનવા આવ્યા હતા. 'ઉમંગ' તથા 'ગુમરાહ' જેવી ફિલ્મમાં એક્ટર તરીકે જોવા મળ્યા હતા. જોકે, એક્ટિંગમાં કરિયર આગળ ના વધી તો તેઓ ડિરેક્ટ બની ગયા. જોકે, સુભાષ ઘઈ પોતાની દરેક ફિલ્મના એક સીનમાં અચૂકથી જોવા મળે છે.સુભાષ ઘઈ હિંદી ફિલ્મના જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર છે. તેમણે પોતાની કરિયરમાં અંદાજે 16 જેટલી ફિલ્મ લખી તથા ડિરેક્ટ કરી છે. 16માંથી 13 ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. વર્ષ 2006માં સોશિયલ ફિલ્મ 'ઈકબાલ' માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો.

    સુભાષ ઘઈએ રોમેન્ટિક, મ્યૂઝિકલ, થ્રિલર, દેશભક્તિ સહિતની વિવિધ પ્રકારની ફિલ્મ બનાવી છે, જેમાં 'કાલીચરણ','વિશ્વનાથ', 'કર્ઝ', 'વિધાતા', 'હીરો', 'મેરી જંગ', 'કર્મા', 'રામ લખન', 'ખલનાયક', 'સૌદાગર', 'પરદેસ', 'તાલ', 'યાદે' સામેલ છે.સુભાષ ઘઈ પોતાની ફિલ્મથી ન્યૂકમર એક્ટર-એક્ટ્રેસને લૉન્ચ કરતા હતા, જેમાં જેકી શ્રોફ, રીના રોય, માધુરી દીક્ષિત, મીનાક્ષી શેશાદ્રી, મનીષા કોઈરાલા, મહિમા ચૌધરી સામેલ છે.હાલમાં સુભાષ ઘઈ વિસલિંગ વૂડ્સ નામની એક્ટિંગ ઈન્સ્ટીટ્યૂટ ચલાવે છે. આ સ્કૂલ વિશ્વની ટોપ 10 ફિલ્મ સ્કૂલમાંથી એક છે. આ એક્ટિંગ સ્કૂલમાં નવા કલાકરોને એક્ટિંગ તથા ફિલ્મ નિર્માણની ટ્રેનિંગ આપવામાં આવે છે. સુભાષ ઘઈની મોટી દીકરી મેઘના આ સ્કૂલની પ્રેસિડન્ટ છે.

    સુભાષ ઘઈ બોલિવૂડના પહેલાં એવા પ્રોડ્યૂસર છે, જેમણે પોતાની ફિલ્મ 'તાલ' માટે ફિલ્મ ઈન્શ્યોરન્સ પોલિસીની શરૂઆત કરી હતી. ફિલ્મને બેંકમાંથી ફાઈનાન્સ કરવાનો કોન્સેપ્ટ સુભાષ ઘઈએ શરૂ કર્યો હતો.






Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139