પ્રિયંકા ચોપરાએ કહ્યું, 'બોલિવૂડ ડિરેક્ટરે એક્ટ્રેસ બનવું હોય તો મને બ્રેસ્ટ-બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 12:09:03
  • Views : 383
  • Modified Date : 2021-02-09 12:09:03

    પ્રિયંકા ચોપરાની ઓટોબાયોગ્રાફી 'અનફિનિશ્ડ' આજે એટલે કે મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. બુક રિલીઝ થાય તે પહેલાં પ્રિયંકાએ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી તે અંગે વાત કરી હતી.

    બ્રિટિશ ન્યૂઝપેપર ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ પ્રમાણે, પ્રિયંકાએ પોતાની બુકમાં ડિરેક્ટર સાથે થયેલી મુલાકાત અંગેની વાત કરી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મ સંદર્ભે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યૂસરને મળવા ગઈ હતી. ડિરેક્ટર-પ્રોડ્યૂસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું. પ્રિયંકાએ તે જ પ્રમાણે કર્યું હતું, આ સમયે તે ડિરેક્ટર પ્રિયંકાની સામે સતત જોતો હતો. ત્યારબાદ તેણે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

    ડિરેક્ટરે એમ કહ્યું હતું કે જો તેણે એક્ટ્રેસ બનવું હશે તો શરીરના કેટલાંક ભાગોને 'ફિક્સ' કરવાની જરૂર છે. આટલું જ નહીં તે ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને ત્યાં મોકલી દેશે. ત્યારબાદ પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા મિલાવી હતી. મિટિંગ બાદ પ્રિયંકાએ મેનેજરને કાઢી મૂક્યો હતો. પ્રિયંકા આ બધી વાતો સાંભળીને નવાઈમાં મૂકાઈ ગઈ હતી અને તેને નાનપની લાગણી થઈ હતી.

    બુક રિલીઝ થાય તે પહેલાં પ્રિયંકા ચોપરાને પ્લાસ્ટિક સર્જરી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ એશિયન સ્ટાઈલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક ફિલ્મમેકરે તેને તેના શરીરના હિસ્સાઓની સર્જરી કરાવવાની યોગ્ય કરવાની સલાહ આપી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, 'મેં આ બધી વાતો કોઈને સ્પષ્ટતા આપવા માટે લખી નથી. હું મારા જીવનમાં જે જગ્યાએ છું, ત્યાં બેસીને મેં મારા જીવનના અનુભવો વિશે લખ્યું છે, તેમાંથી આ એક અનુભવ હતો. આ અનુભવ મેં હૃદયના એક ખૂણામાં સાચવીને રાખ્યો હતો.

    વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તે એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડની એક મહિલા છે. તેણે સ્ટ્રોંગ બનવું પડશે. જ્યારે કોઈ કલાકાર પોતાની નબળાઈ બતાવે છે, તો તેને નીચા પાડવામાં બીજાને ઘણો જ આનંદ આવે છે. તેણે માત્ર પોતાનું કામ કર્યું છે. તેણે જે બાબતો સહન કરી, તેના વિશે કંઈ જ લખ્યું નથી. તે હવે સમજદાર થઈ ગઈ છે. આ જ કારણે ભૂતકાળની વાત કરવી તેના માટે સરળ છે. આ પુસ્તકમાં તેણે કોઈ સ્પષ્ટતા આપી નથી. તેણે માત્ર ને માત્ર પોતાના દૃષ્ટિકોણથી પોતાના જીવનની વાત કહી છે.પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે હોલિવૂડની બે ફિલ્મ છે, જેમાં 'ટેક્સ્ટ ફોર યુ' તથા 'મેટ્રિક્સ 4' સામેલ છે.

    'ટેક્સ્ટ ફોર યુ'ના શૂટિંગ દરમિયાન પ્રિયંકાએ કોરોનાની ગાઈડલાઈન ભંગ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. બુધવાર, છ જાન્યુઆરીના રોજ પ્રિયંકાએ UKના કોવિડ 19ના નિયમોનો ભંગ કર્યો હતો. ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી 15 ફેબ્રુઆરી સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લૉકડાઉન હેઠળ સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપરા માતા મધુ ચોપરા સાથે સલૂનમાં જોવા મળી હતી. આ સમયે પોલીસ ત્યાં આવી હતી અને સલૂન બંધ કરાવ્યું હતું.

    પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટે કરતાં કહ્યું હતું, 'સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના શૂટિંગ માટે હેર કલર કરાવવા આવી હતી. જોશ વૂડ તેને હેર કલર કરી આપવાનો હતો. સલૂન માત્રને માત્ર પ્રોડક્શન હાઉસ માટે ખોલવામાં આવ્યું હતું. તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સરકારી સલાહ પ્રમાણે, કોવિડ 19ની ગાઈડલાઈન સાથે ફિલ્મ તથા ટીવી પ્રોડક્શન ચાલુ રાખી શકાય છે. પોલીસને જરૂરી દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139