ઓરિજિનલ 'કુલી નં. 1'માં શું વાંધો હતો કે રીમેક બનાવી? સારા અલી ખાનનો આ જવાબ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 12:39:55
  • Views : 403
  • Modified Date : 2020-12-05 12:39:55

    સારા અલી ખાને પોતાની આગામી ફિલ્મ 'કુલી નં. 1'ને ઓપન માઈન્ડ સાથે જોવાનો આગ્રાહ કર્યો છે. આ ફિલ્મ 1995માં રિલીઝ થયેલી ગોવિંદા તથા કરિશ્મા કપૂરની કોમેડી ફિલ્મની રીમેક છે. ઓરિજિનલ વર્ઝનની આ રીમેકમાં વરુણ ધવન તથા સારા લીડ રોલમાં છે. સારાને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ઓરિજિનલ વર્ઝનમાં શું વાંધો હતો કે તેની રીમેક બનાવવામાં આવી? આ સવાલ પર સારાએ કહ્યું હતું, 'હું ચાહકોને આગ્રહ કરું છું કે તેઓ ફિલ્મને તે જ ઈમાનદારીથી જુએ, જે ઈમાનદારીથી ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં તમે જે કહો છો અને મનોરંજક કોમેડી શું કહેવાનો પ્રયાસ કરે છે, તે બંનેમાં અંતર છે. જો કોઈ પોલિટિકલી કરેક્ટ કરવાનો પ્રયત્ન કરશે તો આપણાં જીવનમાં હસવા-હસાવવાની તમામ સંભાવના પૂરી થઈ જશે. સ્પષ્ટ રીતે તમે વસ્તુઓનો ખોટો અર્થ ના કરી શકો. ફિલ્મમાં ગોવિંદાસરે કરિશ્માને મૂર્ખ બનાવી અને કહ્યું કે તે એક કુલી નથી, તે ઘણું જ ફની હતું. આ વાતને આપણે ખોટી રીતે જોવી જોઈએ નહીં. તો ગોવિંદાના ચાહકો ફિલ્મની રીમેક બનાવવા પર ટીકા કરે છે.

    સારાએ કહ્યું હતું, 'કોમિક એક્ટર તરીકે મારી સ્કિલની તુલના મારા પેરેન્ટ્સ સૈફ અલી ખાન તથા અમૃતા સિંહ સાથે કરવી જોઈએ નહીં. હું મારા પેરેન્ટ્સની જેમ તે જોનરમાં માહિર નથી. એક્ટિંગ કરવા માટે આ જોનર બહુ જ અઘરું છે. ફિલ્મમાં વરુણે મારી કોમિક ટાઈમિંગને સારી બનાવવામાં મદદ કરી હતી. તે આ જોનરમાં ઘણો જ અનુભવી છે.'ઓરિજિનલ ફિલ્મની જેમ જ આ ફિલ્મને પણ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. વરુણ ધવન, સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ, જ્હોની લીવર તથા શિખા તલસાણીયા છે. ફિલ્મ 25 ડિસેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139