તૈમુર નાના ભાઈ સાથે રમતો દેખાયો, કરીના કપૂરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો પણ ચહેરો ના દેખાડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-16 14:03:19
  • Views : 529
  • Modified Date : 2021-04-16 14:03:19

    બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા ફેન્સને વીકેન્ડ સરપ્રાઈઝ આપ્યું છે. તેણે બીજા દીકરાનો ફોટો શેર કર્યો છે,પણ તેનો ચહેરો ઈમોજી પાછળ છુપાવીને રાખ્યો છે.

    ફોટોમાં કરીના કપૂર નથી. સૈફ અલી ખાન અને તૈમુર તેના નાના ભાઈને રમાડતો દેખાઈ રહ્યો છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું, મારો વીકેન્ડ કંઇક આવો છે અને તમારો? આ ફોટોને ગણતરીની મિનિટમાં લાખો લાઈક્સ મળી ગઈ છે.કરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બીજા દીકરાના જન્મ બાદ ચાહકો તથા સેલેબ્સે સો.મીડિયામાં એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી હતી. ચાહકો કરીનાનો બીજો દીકરો કોના જેવો દેખાતો હશે, તે જાણવા માટે ઉત્સુક છે. ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધિર કપૂરે કહ્યું હતું, 'મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જોકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે.'

    કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ બીજા દીકરાને જન્મ પણ ઓપરેશનથી આપ્યો હતો.કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાઈરસ જેવો રોગચાળો પણ હતો. જોકે, કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ 19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.

    સૂત્રોના મતે, ફંક્શન માટે કરીના-સૈફના ઘરને ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ચાહકો, શુભેચ્છકો, ફ્રેન્ડ્સ તથા પરિવારના સભ્યોએ ગિફ્ટ્સ મોકલી હતી. સારા અલી ખાન પણ સૌથી નાના ભાઈ માટે ઢગલો ગિફ્ટ્સ લઈને આવી હતી. સોહા અલી ખાન, કુનાલ ખેમુ પણ આ ફંક્શનમાં સામેલ થયા હતા.ચાહકોએ કરીનાના બાળકના નામ અંગે અટકળો લગાવી હતી. માનવામાં આવે છે કે કરીના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરનો જન્મ થયો ત્યારે સૈફે આ નામ સજેસ્ટ કર્યું હતું પણ કરીનાએ ના પાડી હતી.

    બીજા બાળકનો જન્મ થાય તે પહેલાં સૈફ તથા કરીના પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. તેમનું નવું ઘર ઘણું જ મોટું છે. ઘરમાં મોટી લાઈબ્રેરી, સ્વિમિંગ પૂલ તથા સ્પેશિયલ નર્સરી બનાવવામાં આવી છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138