કંગનાએ કહ્યું, 'આ વર્ષે ગણતંત્ર દિવસ પર જેમણે ખેડૂતોને ઉશ્કેર્યા તેમને અવોર્ડ આપવામાં આવ્યો'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 15:45:34
  • Views : 376
  • Modified Date : 2021-04-11 15:45:34

    કંગનાએ હાલમાં જ જાહેર થયેલા ફિલ્મફેર અવોર્ડ્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું, 'ગયા વર્ષે ઈલાયચી અવોર્ડ્સ રણનીતિ હેઠળ 'નંગા હી તો આયા હૈ, ઘંટા લેકર જાયેગા' ગેંગ (ફિલ્મ 'ગલી બોય') ને આપી દેવામાં આવ્યા હતા, જેણે કન્હૈયા (કુમાર)ના JNU સ્લોગનનું રેપ સોંગ કર્યું હતું. આ વર્ષે પણ તમામ ઈલાયચી અવોર્ડ તેમને આપવામાં આવ્યા, જેમણે દિલ્હીમાં તોફાનો ભડકાવ્યા તથા ગણતંત્ર દિવસ પર ખેડૂતોને તોફાનો માટે ઉશ્કેર્યા. તેઓ ઈલાયચી ડિઝર્વ કરે છે.'

    કંગનાની પોસ્ટ પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું હતું, 'કંગનાને નેશલ અવોર્ડ સરકારની વાહવાહી કરવાને કારણે મળ્યો છે.' જવાબમાં કંગનાએ કહ્યું હતું, 'જો અમે તારી ધારણાઓ પ્રમાણે ચાલતા તો સરકાર તેમને પણ એન્ટરટેઈન કરતી, જે કોઈને કોઈ રીતે તેમના/દેશના/તેમના એજન્ડા માટે ઉપયોગી છે. આ મારો પોઈન્ટ છે. જો તમે બેકાર પેદા થયા છો તો અફસોસ છે. જોકે, કેટલાંક લોકો ઈલાયચી પાર્ટી કરતા હોય છે અને કેટલાંક અસલી પાર્ટી.' કંગનાને 'પંગા' તથા 'મણિકર્ણિકા' માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર અવોર્ડ દરમિયાન તાપસી પન્નુને 'થપ્પડ' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. આ કેટેગરીમાં 'છપાક' માટે દીપિકા, 'ગુંજન સેક્સેનાઃ ધ કારગિલ ગર્લ' માટે જાહન્વી, 'શકુંતલા દેવી' માટે વિદ્યા બાલન તથા 'પંગા' માટે કંગના રનૌત પણ નોમિનેટ હતા.

    અવૉર્ડ મળ્યા બાદ તાપસીએ સ્ટેજ પર સ્પીચ આપી હતી. આ સ્પીચમાં આ એક્ટ્રેસે અનેક લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તાપસીએ દીપિકા પાદુકોણ, જાન્હવી કપૂર, વિદ્યા બાલનની સાથે સાથે કંગના રનૌતને પણ થેંક્યુ કહ્યું હતું. કંગનાએ તાપસીના આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આભાર તાપસી, વિમલ ઈલાયચી ફિલ્મફેર અવૉર્ડ તું જ ડિઝર્વ કરે છે. તારા કરતાં વધારે કોઈ ડિઝર્વ કરતું નથી.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121