અંગત જીવનમાં ફોટોગ્રાફરની દખલગીરીથી અનુષ્કા શર્મા નારાજ, આક્રોશ વ્યક્ત કરીને કહ્યું- બંધ કરો આ બધું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 13:24:17
  • Views : 362
  • Modified Date : 2021-01-07 13:24:17

    બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં જ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ હતી. અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે બાલકનીમાં બેઠી હતી અને ફોટોગ્રાફરે આ તસવીર ક્લિક કરી હતી. અનુષ્કાને આ વાત બિલકુલ પસંદ આવી નહોતી અને તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા આ મહિને પ્રથમ બાળકને જન્મ આપશે.અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ફોટોગ્રાફર તથા પબ્લિકેશનને અનેકવાર ના પાડી હોવા છતાંય તેઓ અમારી પ્રાઈવસીમાં દખલ કરી રહ્યાં છે. હવે આ બંધ કરો.'

    અનુષ્કા પ્રેગ્નન્સીમાં પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટ અને યોગ કરી રહી છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ટ્રેડમિલ પર જોગિંગ કરતી જોવા મળી હતી. આ બૂમરેંગ વીડિયોમાં અનુષ્કાએ વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક જેગિંગ પહેરી હતી.બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો થઈ રહ્યાં છે. અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. મેગેઝીન સાથેની વાતચીતમાં અનુષ્કાએ કહ્યું હતું કે તે અને વિરાટ તેમના બાળકને સોશિયલ મીડિયામાં લાવશે નહીં.

    અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન અને કેટરીના કૈફ સ્ટારર 'ઝીરો' ફિલ્મમાં દેખાઈ હતી. ત્યારબાદ તેણે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. તેણે કહ્યું હતું કે બાળકને જન્મ આપ્યા બાદ ચાર મહિના પછી એટલે કે મે મહિનામાં તે કામ પર પરત ફરશે. પ્રોડ્યુસર તરીકે અનુષ્કા શર્માએ ગયા વર્ષે વેબસિરીઝ 'પાતાલ લોક', ડિજિટલી રિલીઝ થયેલી ફિલ્મ 'બુલબુલ' પ્રોડ્યુસ કરી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138