બોબી દેઓલે કહ્યું, ‘હું અવોર્ડને મહત્ત્વ આપતો નથી, પિતાને કરિયરમાં ક્યારેય બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો નથી’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:55:33
  • Views : 371
  • Modified Date : 2021-03-09 16:55:33

    2020નું વર્ષ બોબી દેઓલ માટે સારું ફળ્યું. ‘ક્લાસ ઓફ 83’ અને ‘આશ્રમ’ જેવા OTT પ્રોજેક્ટ્સને લીધે બોબીના કરિયરને ફરી એક વેગ મળ્યો છે. બોબીને માત્ર દર્શકોનો પ્રેમ જ નહિ પણ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ અવોર્ડમાં ‘બેસ્ટ એક્ટર’નું સન્માન પણ મળ્યું. અવોર્ડ મળવાને લીધે બોબી ઘણો ખુશ છે પરંતુ તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અવોર્ડ મેળવવો એટલું જરૂરી નથી.

    બોબીએ પિતા ધર્મેન્દ્રનું ઉદાહરણ આપી કહ્યું, મારા પિતા લીજેન્ડ છે. તેમને લાઈફમાં સિંગલ બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો નથી. હું આવું જ જોઈને મોટો થયો છું. અવોર્ડની જરૂર હોતી નથી. તેમને લોકોનો પ્રેમ મળ્યો, મારા માટે આ જ અવોર્ડ છે. જો આ બાબતે અવોર્ડ મળે તો ચાહકોને ખુશી થાય છે.પોતાને અવોર્ડ મળવા પર બોબીએ કહ્યું, એક્ટર તરીકે હું મારી ઇમેજ નિખારવા માગું છું જેથી મારું બેસ્ટ આપી શકું. હું ચાહકોનો આભારી છું. તેમને લીધે જ આ શક્ય થયું. હવે લોકો મને એક એક્ટર તરીકે પહેલાં કરતાં અલગ રીતે જોવે છે.

    `એક્ટરે 1995માં રિલીઝ ‘બરસાત’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. જો કે, તેની આ ફિલ્મ દર્શકોને ગમી નહોતી. એ પછી બોબીએ કરિયરના શરૂઆતના દાયકામાં ગુપ્ત, બાદલ અને બિચ્છુ જેવી ઘણી હિટ ફિલ્મ કરી. તે પછી ઘણી ફિલ્મમાં દેખાયો પણ તેની એક્ટિંગથી દિલ ના જીતી શક્યો. ત્યારબાદ તેને ફિલ્મની ઓફર્સ મળવાનું ઓછું થઇ ગયું હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121