ઓમકારેશ્વરમાં સુરતનાં 15 લોકો ભરેલી હોડી નદીમાં ડૂબી, માતા અને છ વર્ષનાં પુત્રનું મોત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-04 11:26:33
  • Views : 234
  • Modified Date : 2022-11-04 11:26:33

    મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ બોટમાં સુરતનાં 15 લોકો સવાર હતા. જેમાં બે લોકાનાં મોત નીપજ્યા છે. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં માતા દર્શના અને છ વર્ષનાં પુત્ર નક્ષનું નર્મદા નદીમાં ડૂબતાં મોત નીપજ્યું છે.મળતી માહિતી પ્રમાણે, સુરતનાં 15 રહેવાસી ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા. તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી અને જોતજોતામાં આખી બોટ નદીમાં ડૂબી ગઇ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં સુરતનાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષનું ડૂબવાને કારણે દુખદ મોત નીપજ્યું હતુ.આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.


 

Download Our B K News Today App



Related News