BMCએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું - સોનુ સૂદ રીઢો ગુનેગાર, તે ગેરકાયદે બાંધકામથી પૈસા કમાવવા ઈચ્છે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 12:44:47
  • Views : 440
  • Modified Date : 2021-01-13 12:44:47

    લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદ પ્રત્યે BMCનું કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં BMCએ કહ્યું કે સોનુ સૂદ રીઢો ગુનેગાર ("Habitual Offender") છે, જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે.BMCએ તેના એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.


    આ વિવાદ વચ્ચે મંગળવારે સાંજે સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બંને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

    BMCએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. આના પર હાઇકોર્ટે BMCને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું.BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર 6 માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140