‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કરનારી એક્ટ્રેસ આર્યા બેનરજીની ફ્લેટમાંથી લોહીથી લથપથ લાશ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 13:12:41
  • Views : 452
  • Modified Date : 2020-12-12 13:12:41

    ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘લવ સેક્સ ઔર ધોખા’ જેવી ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ આર્યા બેનરજીનું રહસ્યમય સ્થિતિમાં મોત થયું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આર્યા બેનરજીની લાશ દક્ષિણ કોલકાતા સ્થિતિ જોધપુર પાર્કમાં આવેલા તેના ફ્લેટમાંથી મળી આવી છે. તેની લાશ લોહીથી લથપથ હતી.એવું જણાવાયું છે કે કામવાળી આર્યા બેનરજીના ઘરે કામ કરવા ગઈ હતી પણ અનેકવાર ફોન કર્યા પછી પણ તેને કોઈ જવાબ મળ્યો નહોતો. શંકા જવાથી તેણે ઝીલ પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી.માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આર્યા બેનરજીનો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસ ફ્લેટનો દરવાજો તોડીને અંદર દાખલ થઈ હતી, પોલીસે ઘરની અંદર પલંગ પર એક્ટ્રેસની લાશ જોઈ. તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું અને મોંમાંથી ઉલટી થઈ હતી.

    આર્યા બેનરજીનું અસલી નામ દેવદત્તા બેનરજી હતું. તે પ્રસિદ્ધ સિતાર વાદક પંડિત નિખિલ બેનરજીની સૌથી નાની પુત્રી હતી. તેણે ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને પછી તેણે ‘ધ ડર્ટી પિક્ચર’માં કામ કર્યુ હતું.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121