પશ્ચિમ બંગાળનાં માલદામાં બસમાં થયો બ્લાસ્ટ, બે લોકોએ ગુમાવ્યો જીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 12:38:32
  • Views : 303
  • Modified Date : 2022-07-17 12:38:32

પશ્ચિમ બંગાળનાં માલદામાં બસમાં થયો બ્લાસ્ટ, બે લોકોએ ગુમાવ્યો જીવ

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત પણ થઈ ચુક્યા છે. આ બોમ્બ બ્લાસ્ટની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગોપાલપુરના માણિકચોક પર આ ધમાકો થયો હતો. અત્યાર સુધીમાં આ બ્લાસ્ટને લઈને કોઈ ધરપકડ થઈ નથી. મૃતકોની ઓળખ ફરજાન એસકે (45) અને સફીકુલ ઈસ્લામ (30) તરીકે થઈ હતી.

સ્થાનિક લોકોએ સવારે 2.30 વાગ્યાની આસપાસ જોરદાર ધડાકો સાંભળ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ''અમારા જવાનો આ વિસ્તારમાં પહોંચ્યા ત્યાં સુધીમાં જાણવા મળ્યું કે ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોકટરોએ તેમાંથી બેને મૃત જાહેર કર્યા, જ્યારે અન્ય વ્યક્તિ માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ” 

Download Our B K News Today App



Related News