ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય અને તેમના પુત્ર આજે TMCમાં સામેલ થશે, મમતાને મળવા માટેની અપોઇન્ટમેન્ટ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-11 15:45:27
  • Views : 445
  • Modified Date : 2021-06-11 15:45:27

      નવેમ્બર 2017માં TMC છોડીને ભાજપ જોઇન કરનારા મુકુલ રોય આજે ફરી TMCમાં સામેલ થવા જઈ રહ્યા છે. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ જ તેમણે પાર્ટીથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું.  મળતી માહિતી મુજબ, તેમણે બે-ત્રણ દિવસ પહેલાં જ દીદીને મળવા માટે અપોઈન્મેન્ટ લીધી હતી અને આજે તો TMCમાં સામેલ થઈ જશે. મુકુલ રોયને ભાજપે કૃષ્ણનગર ઉત્તર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે TMCના ઉમેદવાર કૌશાની મુખર્જીને 35 હજારથી વધુ મતથી હરાવ્યા હતા. મુકુલ રોયના પુત્ર શુભાંગ્શુ રોયને પણ ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે પિતા-પુત્ર બંને જ TMCમાં સામેલ થવા જઈ રહ્યા છે. મુકુલ રોય અને તેમના પુત્રને TMCમાં સામેલ થશે એવી શક્યતા ચૂંટણીનાં પરિણામો બાદથી જ લગાડવામાં આવતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પાર્ટીની બેઠકમાં પણ સામેલ થતા ન હતા. પાર્ટીએ કારણ આપ્યું હતું કે તેમની પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ બેઠકમાં નથી આવતા. તો તેમના પુત્ર શુંભાગ્શુએ પણ થોડા દિવસ પહેલાં જ પોતાની ફેસબુક પોસ્ટથી ભાજપ પર નિશાન સાધ્યું હતું.TMCના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે મુકુલ રોયને ભાજપે યોગ્ય સન્માન ન આપ્યું, તેથી તેઓ ફરી TMCમાં પરત ફરી રહ્યા છે.

     શુભેન્દુ અધિકારીનું કદ જેટલી ઝડપથી ભાજપમાં વધ્યું એટલું સન્માન મુકુલને ન મળ્યું. આ પણ તેમની બેચેનીનું કારણ છે. જ્યારે TMCમાં મુકુલ રોયનું કદ એક સમયે નંબર-2નું હતું.મુકુલ રોયની ચૂંટણી પ્રબંધનની કમાલ હતી કે ભાજપે 2018માં થયેલી પંચાયત ચૂંટણીમાં અનેક સીટ પર સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. એ બાદ લોકસભામાં પાર્ટીએ 18 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આની પાછળ મુકુલ રોયનો મોટો રોલ રહ્યો છે. TMCમાં તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમણે પડદા પાછળ રહીને જ ચૂંટણી રણનીતિ તૈયાર કરી હતી. દીદી સાથે તેઓ શરૂઆતથી જ હતા.


Download Our B K News Today App



Related News