ભાજપના નેતાની પત્નીનું એન્કાઉન્ટરમાં મોત:ડ્યૂટીથી પરત ફરી રહી હતી, UP પોલીસના ઇન્સ્પેક્ટર સહિત 3ને ગોળી વાગી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 16:18:58
  • Views : 305
  • Modified Date : 2022-10-13 16:18:58

    UP પોલીસના એન્કાઉન્ટરમાં એક ભાજપ નેતાની પત્નીનું મોત થયું છે. જે વખતે ફાયરિંગ થયું ત્યારેતે મહિલા ડ્યૂટીમાંથી પરત ફરી રહી હતી. UP પોલીસને બાતમી મળવા પર ઓપરેશન પ્લાન બનાવ્યો હતો, પરંતુ માફિયાએ એન્કાઉન્ટર દરમિયાન પોલીસને અંદાજે એક કલાક સુધી બંધક બનાવ્યા હતા. પોલીસની ગાડી ફૂંકી મારી હતી અને હથિયાર પણ લૂંટી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં તે મહિલાનું મોત થઈ ગયું હતું અને એને કારણે રોષે ભરાયેલા લોકોનો ફાયદો ઉઠાવીને તે માફિયા ફરાર થઈ ગયો હતો.UP પોલીસને બુધવારે બપોરે બાતમી મળી હતી કે ખાણમાફિયા ઝફર મુરાદાબાદથી ઠાકુરદ્વારા વિસ્તારમાં છે. સાંજે સાડાપાંચ કલાકે જ્યારે પોલીસ પહોંચી ત્યારે ઝફરે ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો.પોતાને ઘેરાતા જોઈને ઝફર ત્યાંથી યુપી બોર્ડર ક્રોસ કરીને ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કુંડા પોલીસ સ્ટેશનના ભરતપુર પહોંચી ગયો હતો. યુપી પોલીસની ટીમ પણ પીછો કરતાં-કરતાં ભરતપુર પહોંચી ગઈ હતી. બરેલી ઝોનના ADG રાજકુમારે જણાવ્યું હતું કે માફિયા ઝફર ભરતમાં ભાજપ નેતા ગુરતાજ સિંહના ફાર્મ હાઉસ પર જઈને છુપાઈ ગયો હતો. ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનથી ભરતપુર લગભગ 8 કિમી જેટલી છે.UP પોલીસવાળા સાદાં કપડાંમાં પહોંચ્યા હતા. અમુક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ભુલ્લરના ફાર્મહાઉસ પર 10-12 લોકો પિસ્તોલ લઈને ઘૂસ્યા હતા. શરૂઆતમાં ભુલ્લરના પરિવારોએ પોલીસવાળાઓને બદમાશ સમજ્યા હતા.જોકે મુરાદાબાદ પોલીસની ટીમે પોતાનો પરિચય આપ્યો હતો અને ફાર્મ હાઉસમાં ઘૂસીને 50 હજારના ઇનામી ધરાવતો ખાણમાફિયા ઝફરને સરેન્ડર કરવા જણાવ્યું હતું, પરંતુ ભુલ્લરના પરિવારોએ લોકલ પોલીસને બોલાવવા માગણી કરી હતી. આ વચ્ચે સ્થાનિકોમાં પણ વિરોધ શરૂ થઈ ગયો હતો.આ દરમિયાન પોલીસને ઝફર દેખાયો હતો. ત્યારે જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન ભુલ્લરની પત્ની ગુરમીત કૌર (28 વર્ષ) ડ્યૂટીમાંથી પરત ફરી રહી હતી. ત્યારે તેને ગોળી વાગી હતી. તેના પરિવારજનોએ તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.પરિવારજનોનું કહેવું છે કે ગુરજિતનું મોત મુરાદાબાદ પોલીસની ગોળી વાગવાથી થયું છે. આ ઘટનામાં ઉત્તરાખંડના કુંડા પોલીસ સ્ટેશનમાં 10-12 પોલીસકર્મી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં મુરાદાબાદના 4 પોલીસકર્મીનાં નામ છે. ગુરમીત એક સહકારી મંડળીમાં કારકુન હતી.જાણકારી પ્રમાણે ઝફર અને તેના સાથીઓએ 12 પોલીસકર્મીને અંદાજે એક કલાક માટે બંધક બનાવ્યા હતા. ત્યારે બદમાશોએ હથિયાર લૂંટ્યા હતા અને પોલીસ વાહનને આંગ ચાંપી દીધી હતી. મહિલાના મોતના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ નારાજગીનો લાભ લઈને ઝફર ભાગી ગયો હતો. ઉત્તરાખંડના કુંડા તિરાહામાં ગામલોકોએ નાકાબંધી કરીને હંગામો મચાવ્યો હતો. આ પછી પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. યુપી પોલીસે કેટલાક ગ્રામીણો સામે પણ કેસ નોંધ્યો છે. તેમની સામે મારપીટનો આરોપ છે.13 સપ્ટેમ્બરે SDMની ટીમને બંધક બનાવીને ડમ્પર લઈને ફરાર થઈ જવાના મામલામાં ખાણમાફિયા ઝફર વોન્ટેડ ક્રિમિનલ હતો. DIG શલભ માથુરે જણાવ્યું હતું કે પોલીસની ટીમને ઝફરના લોકેશનની ભાળ મળી ગઈ હતી. ઠાકુરદ્વારા પોલીસ અને SOGની ટીમના 10 જવાન તેને પકડવા માટે ગયા હતા. જોકે ઝફરને આ વિશે ખબર પડી ગઈ હતી અને તે ભાગી ગયો હતો. આ એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર સહિત 5 પોલીસવાળા ઘાયલ થયા છે અને 2 મારપીટના શિકાર બન્યા છે.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138