ભાજપે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી, દરેકના ભાગમાં 6-7 લોકસભા મતવિસ્તાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 16:14:12
  • Views : 343
  • Modified Date : 2020-12-17 16:14:12

    બિહારને જીત્યા બાદ ભાજપે બંગાળ વિજય માટે અભિયાન શરૂ કરી દીધુ છે. અહીં 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હજી સુધી ભાજપ પશ્ચિમ બંગાળની સત્તાની નજીક પણ મહોંચી શક્યું નથી. આ જ કારણ છે કે આ વખતે તેણે ચૂંટણી પૂર્વે કેન્દ્રીય પ્રધાનો, એક ડેપ્યુટી સીએમ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને ઉતારી દીધા છે. દરેકના ભાગમાં છથી સાત લોકસભા મતવિસ્તાર આવે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાને પણ પશ્ચિમ બંગાળમાં જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે પણ આની પુષ્ટિ કરી કે ઉત્તર બંગાળમાં તેમને પાર્ટીની ચૂંટણીની તૈયારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે આ વખતે પાર્ટી પોતાના માટે એક સારી તક જોઈ રહી છે અને ચૂંટણી જીતવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી.

    સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાને પણ પશ્ચિમ બંગાળમાં જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે પણ આની પુષ્ટિ કરી કે ઉત્તર બંગાળમાં તેમને પાર્ટીની ચૂંટણીની તૈયારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે આ વખતે પાર્ટી પોતાના માટે એક સારી તક જોઈ રહી છે અને ચૂંટણી જીતવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી.  આ તમામ નેતાઓ અમિત શાહની અધ્યક્ષતામાં 19 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં ભાગ લેશે. બુધવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા તૃણમૂલ કોંગ્રેસના નેતા શુભેન્દુ અધિકારી શાહની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ શકે છે. પાર્ટીએ તેના પદાધિકારીઓને જુદા જુદા પાંચ ઝોનમાં પ્રતિસાદ લેવાની જવાબદારી સોંપી છે. 2019ની ચૂંટણીમાં લોકસભાની 42 બેઠકોમાંથી ભાજપ 18 જીતીને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર બનીને ઉભરી આવ્યું હતું.


Download Our B K News Today App



Related News