ભાજપ સામેની લડાઈમાં તમામ પક્ષો અમારી સાથે આવીને સરકાર બનાવેઃ હુડ્ડાની અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 14:54:15
  • Views : 368
  • Modified Date : 2019-10-24 14:54:15

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામની અપેક્ષા વિરૂધ્ધ સારો દેખાવ કરીને ભાજપને કોંગ્રેસે આંચકો આપ્યો છે.કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતુ કે, જેજેપી, આઈએનએલડી એમ તમામ પાર્ટીઓને મારી અપીલ છે કે, ભાજપ સામેની લડાઈમાં અમારો સાથ આપે.હુડ્ડાએ સરાકર બનાવવવાનો દાવો કર્યો છે.આ માટે તેમને પાર્ટી હાઈકમાન્ડ તરફથી તમામ છુટ આપવામાં આવી છે.હુડ્ડાએ કહ્યુ હતુ કે, અમારી સાથે આવશે તેમને સન્માન મળશે.હું તમામને ભેગા મળીને સરકાર બનાવવા માટે અપીલ કરુ છું.ભાજપ દ્વારા અપક્ષો પર દબાણ કરવામાં આવી રહ્યુ છે.ભાજપે પરિણામનો સામનો કરવાની હિંમત બતાવવી જોઈએ.હરિયાણા વિધાનસભામાં બહુમતી માટે 46 બેઠકોની જરુર છે.જોકે ભાજપ અને કોંગ્રેસ હાલના તબક્કે અનુક્રમે 35-35ના આંકડા પર અટકેલા છે.આ સંજોગોમાં બંને પાર્ટીઓ અન્ય પક્ષોના સહકાર વગર સત્તા મેળવી શકે તેવા સંજોગો હાલમાં તો દેખાઈ રહ્યા નથી.

Download Our B K News Today App



Related News