જન્મદિવસના અઠવાડિયા પહેલાં ભારતી સિંહે બર્થ-ડે કેક કાપી, પતિએ સેટ પર સરપ્રાઈઝ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 17:02:24
  • Views : 1006
  • Modified Date : 2019-06-28 17:04:57

 કોમેડિયન ભારતી સિંહ 3 જુલાઈના રોજ 33મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. જોકે, અઠવાડિયા પહેલાં જ ભારતીએ બર્થડે સેલિબ્રેશન શરૂ કરી દીધું છે. હાલમાં જ ભારતી જ્યારે 'ખતરા ખતરા ખતરા'નું શૂટિંગ કરતી હતી ત્યારે તેના પતિ હર્ષ લિમ્બાચિયાએ તેને સરપ્રાઈઝ આપી હતી. સેટ પર બર્થડે કેક કાપીને ભારતીએ બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. શરૂઆતમાં તો ભારતી સમજી પણ શકી નહોતી કે અઠવાડિયા પહેલાં આ સેલિબ્રેશન કેમ કરવામાં આવે છે? જોકે, હર્ષની વાત સાંભળીને તે ખુશ થઈ ગઈ હતી.

ભારતીના જન્મદિવસ પર પતિ હર્ષ ખાસ પ્લાન કરશે

1. હર્ષે કહ્યું, મને ભારતીને સરપ્રાઈઝ આપવી પસંદ છે

હર્ષે કહ્યું હતું, 'સાચું કહું તો મને હંમેશાથી ભારતીને સરપ્રાઈઝ આપવી પસંદ છે. તેને સ્પેશિયલ ફીલ કરાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરું છું. ગયા વર્ષે પણ તેના બર્થડે પર મેં તેના નામનું ટેટૂ ત્રોફાવ્યું હતું. આ વર્ષે તેના જન્મદિવસ પર અમે શૂટિંગમાં વ્યસ્ત હોઈશું. જોકે, એનો એવો અર્થ નથી કે હું તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરીશ નહીં. આ વખતે પણ હું તેના માટે સ્પેશિયલ કરવાનો છું.'

2. 2 જુલાઈની રાત્રે સ્પેશિયલ કરશે

હર્ષે કહ્યું હતું, 'મેં આ બર્થડે પર તેના માટે ખાસ પ્લાનિંગ કર્યું છે. જે 2 જુલાઈની રાત્રે ભારતીને ખબર પડશે. આ દિવસની હું ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું. હાલમાં તો મારા વ્યસ્ત શિડ્યૂઅલને કારણે ક્યાંય બહાર જઈ શકીશું નહીં પરંતુ ટૂંક સમયમાં અમે નાનકડાં વેકેશન પર જઈશું.'


3. પ્રી બર્થડે સેલિબ્રેશનમાં આ સેલેબ્સ હતાં

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119