UPના સીએમ યોગી આદિત્યનાથના હેલીકોપ્ટર સાથે પક્ષી ટકરાયું, ઈમરજન્સી લેન્ડીંગ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 10:51:42
  • Views : 224
  • Modified Date : 2022-06-26 10:51:42

UPના સીએમ યોગી આદિત્યનાથના હેલીકોપ્ટર સાથે પક્ષી ટકરાયું, ઈમરજન્સી લેન્ડીંગ કરાયું

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરને વારાણસીમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવામા આવી હતી. કહેવાય છે કે, પક્ષી સાથે હેલીકોપ્ટરની ટક્કર બાદ ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરક્ષિત હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, તેમને વિશેષ વિમાનથી લખનઉ રવાના કરવામાં આવ્યા હતા. 

કહેવાય છે કે, યોગી આદિત્યનાથ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારાણસી પહોંચ્યા હતા. અહીંથી લખનઉ માટે તેમને ઉડાન ભરી હતી, જ્યાં તેમના હેલીકોપ્ટર સાથે પક્ષીની ટક્કર થઈ હતી. ત્યાર બાદ હેલીકોપ્ટરમાં બેઠેલા સુરક્ષાકર્મીઓએ સીએમ યોગીના હેલીકોપ્ટરનુ ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, હેલીકોપ્ટરનુ ઈમરજન્સી લેન્ડીંગ બાદ યોગી આદિત્યનાથને સર્કિટ હાઉસમાં થોડી વાર માટે રોકાવુ પડ્યું હતું. કહેવાય છે કે સીએમ યોગીને વિશેષ વિમાન દ્વારા હવે લખનઉ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. લખનઉમાં યોગી આદિત્યનાથ કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. 

 

Download Our B K News Today App



Related News