વિકાસ દુબે પર બનતી ફિલ્મ 'બિકરુ કાનપુર ગેંગસ્ટર'ને શૂટિંગની પરમિશન ના મળી, વિવાદિત કન્ટેન્ટ કારણભૂત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 12:59:45
  • Views : 344
  • Modified Date : 2021-03-11 12:59:45

    કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબે પર બનતી વેબ સિરીઝ 'બિકરુ કાનપુર ગેંગસ્ટર'ને ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરવાની પરવાનગી મળી નહીં. આ વાત ફિલ્મના કો-ડિરેક્ટર નીરજ સિંહે કહી હતી. નીરજે કહ્યું હતું કે તેમને એવું કહેવામાં આવ્યું કે આ એક વિવાદિત કેસ છે. શરદ શ્રીવાસ્તવ પણ ડિરેક્ટ કરે છે. નિમય બાલી લીડ રોલ પ્લે કરી રહ્યો છે.

    નીરજે વધુમાં કહ્યું હતું કે તેમણે આગ્રા તથા મથુરામાં શૂટિંગ કર્યું છે. તેઓ શૂટિંગ માટે કાનપુર પણ ગયા હતા પરંતુ તેમને પરવાનગી મળી નહીં. હવે તેઓ અન્ય જગ્યાએ શૂટિંગ કરશે.વિકાસ દુબે ઉત્તર પ્રદેશનો જાણીતો ગેંગસ્ટર હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ STFની ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી. શહેરથી 17 કિમી પહેલા બર્રા પોલીસ સ્ટેશનની હદમાં સવારે 6.30 વાગ્યે કાફલાની એક કાર પલટી ગઈ. વિકાસ દુબે એ ગાડીમાં હતો. વિકાસ દુબેએ પોલીસ પાસેથી પિસ્ટોલ છીનવીને હુમલો કરવાની કોશિશ કરી. જવાબી કાર્યવાહીમાં તેને ત્રણ ગોળીઓ વાગી અને હોસ્પિટલમાં લઈ જતી વેળાએ તેનું મોત થયું.

    સવારે 7.55 વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો. વિકાસ દુબેને ત્રણ ગોળી છાતીમાં અને એક હાથમાં વાગી હતી. એડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારનું કહેવું છે કે ગાડી પલટ્યા પછી વિકાસે ભાગવાની કોશિશ કરી. તેણે એક ઘાયલ જવાનની પિસ્ટોલ છીનવી લીધી હતી. અમે વિકાસને સરેન્ડર માટે કહ્યું, પરંતુ તેણે ફાયરિંગ કર્યું. પોલીસે બચાવમાં ગોળી છોડવી પડી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121