બિહારનાં 41 વર્ષીય વિંગ કમાન્ડર અંજલી સિંહ દેશના પ્રથમ મહિલા મિલિટરી રાજદૂત બન્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 15:48:50
  • Views : 407
  • Modified Date : 2019-09-17 15:48:50

બિહારનાં વિંગ કમાન્ડર અંજલી સિંહ રશિયામાં ભારતીય રાજદૂતમાં ડેપ્યુટી એર એમ્બેસેડર બનનારા દેશના પ્રથમ મહિલા બન્યા છે. વિદેશમાં ઇન્ડિયન મિશનના એમ્બેસેડર બનીને તેમણે ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન એર ફોર્સ તેમને ડેપ્યુટી એર એમ્બેસેડર તરીકે મોસ્કો મોકલવાના છે.અંજલી સિંહ એરોનોટિકલ એન્જિનિયર છેઇન્ડિયન એર ફોર્સના રિપોર્ટ પ્રમાણે 41 વર્ષીય અંજલીએ 10 સપ્ટેમ્બરે પોતાનો આ નવો ચાર્જ સંભાળ્યો હતો. છેલ્લાં 17 વર્ષથી તેઓ મિલિટરીમાં જોડયેલા છે. અભ્યાસે એરોનોટિકલ એન્જિનિયરને આઠ વર્ષનો દીકરો છે. તેમણે MiG-29 ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનિંગ લીધેલી છે.અત્યાર સુધી વિદેશમાં ઇન્ડિયન એરફોર્સના મિશનમાં એમ્બેસેડર પદ માત્ર પુરુષોને જ મળતું હતું. દેશના નાણામંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી નિર્મલા સીતારામણે પણ ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓને પણ સમાન દરજ્જો આપવાની વાત કહી હતી. વર્ષ 1993માં અનુપમા જોશીએ ઇન્ડિયન એર ફોર્સ જોઈન કર્યું હતું. તેઓ એર ફોર્સ જોઈન કરનારા દેશના પ્રથમ મહિલા છે. તેમણે અંજલી સિંહને વિદેશમાં એર ફોર્સ મિશનના એમ્બેસેડર બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.મોસ્કોની ઇન્ડિયન એમ્બસીએ પણ ટ્વીટ કરીને અંજલી સિંહની એમ્બેસેડર બન્યા હોવાની જાણકારી આપી છે. મૂળ બિહારના રહેવાસીની મોસ્કો બદલી થયા પહેલાં તેઓ જોધપુરમાં ફરજ બજાવતાં હતાં.

Download Our B K News Today App



Related News