ભારત-પાકિસ્તાન મહા મુકાબલા પહેલા વિરાટ કોહલીનું બાબર આઝમને લઈ મોટું નિવેદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 16:10:02
  • Views : 129
  • Modified Date : 2023-08-13 16:10:02

એશિયા કપ માં ભારત-પાકિસ્તાનની ટક્કરને હવે 20 દિવસનો સમય બાકી છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન પ્રથમ મેચમાં જ રમશે. પરંતુ, 2 સપ્ટેમ્બરે તેની ભારત સાથેની મુલાકાત કેન્ડીમાં થશે. આ હાઈવોલ્ટેજ મેચ સાથે ભારત એશિયા કપમાં પણ પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ, કેન્ડીમાં ભારત-પાકિસ્તાનની ટક્કર પહેલા વિરાટ કોહલી નું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે બાબર આઝમ વિશે ઘણું બધું કહ્યું છે.હવે જો તમે વિચારી રહ્યા છો કે વિરાટનું આ હાલના સમયનું છે તો તમે ખોટા છો. આ નિવેદન વાસ્તવમાં ગયા વર્ષના એશિયા કપનું છે, જે હમણાં જ ફરી શેર કરવામાં આવ્યું છે. આમાં વિરાટ બાબર વિશે વાત કરી રહ્યો છે. તે પાકિસ્તાનના કેપ્ટનના વખાણ કરી રહ્યો છે.વિરાટ કોહલી પોતાની વાતની શરૂઆત એ ઘટનાથી કરે છે જ્યારે તે બાબર આઝમને પહેલીવાર મળ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે ઇમાદ વસીમે તેને બાબર વિશે કહ્યું અને તેનો પરિચય કરાવ્યો. વિરાટના કહેવા પ્રમાણે, તેની અને બાબરની પહેલી મુલાકાત 2019 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. વિરાટે કહ્યું કે તેના મતે બાબર આઝમ આ સમયે ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. પહેલા દિવસથી જ બાબર માટે તેના હૃદયમાં જે આદર છે તે ક્યારેય બદલાઈ શકે નહીં.જેણે બાબર આઝમનો પરિચય વિરાટ કોહલી સાથે પરિચય કરાવ્યો હતો કે ઇમાદ વસીમ હવે પાકિસ્તાની ટીમનો ભાગ નથી. સતત સારું પ્રદર્શન કર્યા બાદ પણ તેને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી ન હતી. પરંતુ, બાબર આઝમ કેપ્ટનશિપ અને બેટિંગનો બોજ પોતાના ખભા પર લઈને મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીને પણ ક્રિકેટમાં પડકાર ગમે છે. સારી વાત એ છે કે હવે તેના ખભા પરથી કેપ્ટનશિપનો બોજ હટી ગયો છે. મતલબ તેનું સંપૂર્ણ ધ્યાન બેટિંગ પર રહેશે અને આ વખતે ODI ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપમાં પાકિસ્તાન માટે આ સમાચાર સારા નથી.

Download Our B K News Today App



Related News