મોટી રાહત: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા, મળ્યો સહારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 11:09:37
  • Views : 268
  • Modified Date : 2022-05-30 11:09:37

મોટી રાહત: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા, મળ્યો સહારો

આ ત્રણ લાભ મુખ્ય

1) શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે

2) પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક અપાવમાં આવશે

3) આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બાળકોને સોંપવામાં આવશે

પુસ્તકો અને ડ્રેસનો પણ ખર્ચ ઉઠાવે છે સરકાર

હકીકતમાં જોઈએ તો,, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5  લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.

 

Download Our B K News Today App



Related News