વર્લ્ડ કપ બાદ સામે આવ્યા મોટા સમાચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 14:48:10
  • Views : 106
  • Modified Date : 2023-11-24 14:48:10

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતી હતી. પરંતુ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. સમાચાર આવી રહ્યા છે કે રોહિત હવે T20 ઇન્ટરનેશનલમાં નહીં રમે.રોહિત શર્મા હવે ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમવાની શક્યતા ખુબ ઓછી જોવા મળી રહી છે. એવી પણ અટકળો ચાલી રહી છે કે. રોહિત શર્મા ટુંક સમયમાં જ ટી 20 ઈન્ટરનેશનલ નિવૃતિની જાહેરાત કરશે.સુત્રો હવલે બીસીસીઆઈના એક સુત્રએ પીટીઆઈને જણાવ્યું કે, રોહિત શર્માનો ડે ટી 20 રમવાનો ફ્યુચર પ્લાન છે. તે કોઈ ખાસ જોવા મળી રહ્યો નથી. રોહિત શર્માએ ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે વર્લ્ડકપ પહેલા વાત કરી ચૂક્યા હતા કે, તે ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે ઉત્સાહિત નથી.પીટીઆઈએ બીસીસીઆઈ સુત્રોના હવાલે આ વાતની જાણકારી આપી છે કે, રોહિત શર્માનો હાલમાં કોઈ ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો પ્લાન નથી, આ પ્લાન રોહિત શર્મા પોતાનો છે.બીસીસીઆઈના સુત્રોએ જણાવ્યું કે, આ કોઈ નવી વાત નથી, રોહિત છેલ્લા એક વર્ષથી કોઈ પણ ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. કારણ કે તેનું સંપુર્ણ ધ્યાન વન ડે વર્લ્ડકપ પર જ હતુ. તેને આ વાત અજીત અગરકરને પણ કરી હતી.

Download Our B K News Today App



Related News