કોર્ટનો મોટો આદેશ: સ્મૃતિ ઈરાનીની દિકરી સાથે જોડાયેલી Tweet કરો ડીલિટ, કથિત બાર અને રેસ્ટોરન્ટ લાયસન્સ વિવાદ વકર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 15:26:53
  • Views : 341
  • Modified Date : 2022-07-29 15:26:53

કોર્ટનો મોટો આદેશ:  સ્મૃતિ ઈરાનીની દિકરી સાથે જોડાયેલી Tweet કરો ડીલિટ, કથિત બાર અને રેસ્ટોરન્ટ લાયસન્સ વિવાદ વકર્યો

 

દિલ્હી હાઈકોર્ટે કથિત બાર અને રેસ્ટોરન્ટ લાયસન્સ વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરવા બદલ સ્મૃતિ ઈરાની માનહાનિ કેસમાં પવન ખેરા, જયરામ રમેશ અને અન્યો સામે સમન્સ જારી કર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાને તાત્કાલિક ટ્વીટ હટાવવા માટે કહ્યું છે. બાર લાયસન્સ વિવાદના આરોપો સાંભળીને કોર્ટે તરત જ Tweet હટાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો 24 કલાકની અંદર Tweet હટાવાય તો સોશિયલ મીડિયા કંપનીએ તેના વતીTweet હટાવી દેવી જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો દાખલ કર્યો


દિલ્હી હાઈકોર્ટે કથિત બાર અને રેસ્ટોરન્ટ લાયસન્સ વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરવા બદલ સ્મૃતિ ઈરાની માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતાઓ પવન ખેરા, જયરામ રમેશ અને નેતા ડિસોઝા સામે સમન્સ જારી કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રવિવારે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાને કાનૂની નોટિસ મોકલી, તેમને તેમના અને તેમની પુત્રી પર લાગેલા “પાયાવિહોણા અને ખોટા” આરોપો માટે માફી માંગવા કહ્યું. કોંગ્રેસના નેતાઓએ આરોપો લગાવ્યાના એક દિવસ બાદ ઈરાનીનું આ પગલું સામે આવ્યું છે. રમેશ અને ખેડાએ ઈરાનીની 18 વર્ષની પુત્રી જોઈશ ઈરાની પર ગોવામાં ગેરકાયદેસર રીતે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. મંત્રી પર નિશાન સાધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને કેબિનેટમાંથી હટાવવાની પણ માંગ કરી હતી.

 

Download Our B K News Today App



Related News