યુપી પોલીસનો મોટો છબરડો! ઘૂસણખોરીની જગ્યાએ બળાત્કારના આરોપીને છોડી મૂક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:51:20
  • Views : 95
  • Modified Date : 2025-06-01 10:51:20

ઉત્તર પ્રદેશના ફરિદાબાદની નીમકા જેલમાં નિતેષ નામના એક કેદીને ટ્રેસપાસિંગ (સંપત્તિમાં ગેરકાયદે પ્રવેશ)ના કેસમાં જામીન મળ્યા હતા, જોકે આ જ જેલમાં નિતેષ નામનો એક અન્ય કેદી રખાયો છે જેના પર રેપનો આરોપ છે. જેલ પ્રશાસન પાસે જામીન ઓર્ડર મળ્યો તો તેમણે બળાત્કારના આરોપી નિતેષને છોડી મુક્યો હતો. જેને કારણે રેપનો આરોપી હવે જેલમાંથી બહાર આવી ગયો છે, આ છબરડાને કારણે પોલીસ દોડતી થઇ ગઇ છે અને તેની શોધખોળ શરૂ કરી છે. 

27 વર્ષીય નિતેષ પાંડેની નવ વર્ષની બાળકી પર રેપના કેસમાં ઓક્ટોબર ૨૦૨૧માં ધરપકડ કરાઇ હતી. નિતેષ પાંડેના પિતાનું નામ રવિન્દ્ર છે. જ્યારે આ જ જેલમાં અન્ય એક આરોપીનું નામ પણ નિતેષ રવિન્દ્ર છે. તેની ટ્રેસપાસિંગના કેસમાં ગયા સપ્તાહે જ ધરપકડ કરાઇ હતી. કોર્ટે તેને જામીન આપ્યા હતા, જોકે જેલ પ્રશાસને નિતેષ રવિન્દ્ર પાંડેને છોડી મુક્યો હતો. 

હવે ભુલ સામે આવ્યા બાદ હવે જેલ પ્રશાસન પોતાના બચાવમાં કહી રહ્યું છે કે અમે સદર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરી છે, ચાર લોકોને સસ્પેન્ડ કરાયા છે.  રેપના આરોપીએ દસ્તાવેજોમાં છેડછાડ કરીને પોતાને છોડાવી લીધો છે. હવે પોલીસ નિતેષ રવિન્દ્ર પાંડેને શોધી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ જેલના ડીજીએ જેલના અસિસ્ટન્ટ સુપ્રીડેન્ડન્ટ મોહનલાલ, ડેપ્યુટી સુપ્રીડેન્ટન્ડ પ્રદિપ ત્યાગી, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર અને અન્ય બે વોર્ડર્સ સંજીવ, રાજેશને દોષિત ઠેરવ્યા હતા અને પાંચેયને સસ્પેન્ડ કરી દીધા હતા.  

Download Our B K News Today App



Related News