બિગ બીએ કહ્યું, 'શોલે'ના શૂટિંગ સમયે ગુસ્સામાં ધર્મેન્દ્રે રિયલ બુલેટ ચલાવી દીધી હતી, માંડ માંડ જીવ બચ્યો હતો'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 13:36:08
  • Views : 347
  • Modified Date : 2020-12-25 13:36:08

    ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ 12' સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયો છે. શોમાં અવાર-નવાર અમિતાભ બચ્ચન અંગત જીવન અથવા તો ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ્સ શૅર કરતાં હોય છે. હાલમાં જ બિગ બીએ ફિલ્મ 'શોલે' સાથે જોડાયેલો એક કિસ્સો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે ધર્મેન્દ્રે સાચી બુલેટ ચલાવી હતી અને તે માંડ માંડ બચ્યા હતા.હાલના એપિસોડમાં હોટ સીટ પર CRPFના DIG પ્રીત મોહન સિંહ આવ્યા હતા. તેમણે શોમાં કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનના ઘણાં જ મોટા ફૅન છે. નાનપણમાં તેમણે 'શોલે' જોઈ હતી. પ્રીતે કહ્યું હતું કે ફિલ્મ જોતા સમયે તેમને વીરુ (ધર્મેન્દ્ર) પર ઘણો જ ગુસ્સો આવ્યો હતો, કારણ કે જો તેણે થોડી વધુ ગોળીઓ પોતાની પાસે રાખી હોત તો જય (અમિતાભ બચ્ચન)નો જીવ બચી ગયો હોત. આ વાત સાંભળીને અમિતાભના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું અને તેમણે કહ્યું હતું કે તેઓ ધર્મેન્દ્રની ગોળીથી માંડ માંડ બચ્યા હતા.

    અમિતાભે 'શોલે' ફિલ્મનો કિસ્સો શૅર કરતાં કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન પર્વત પર ઊભા હતા અને ધર્મેન્દ્ર નીચે હતા. આ સીનના શૂટિંગ માટે ધર્મેન્દ્રે બોક્સમાંથી ગોળી કાઢીને ફાયરિંગ કરવાનું હતું. જોકે, અનેક રીટેક બાદ પણ ધર્મેન્દ્ર પર્ફેક્ટ શોટ આપી શક્યા નહોતા. આનાથી ગુસ્સે ભરાયેલા ધર્મેન્દ્રે બોક્સમાંથી ગોળી ગનમાં નાખી અને સીધું જ ફાયર કરી દીધું હતું. આ ગોળી પર્વત પર ઊભેલા અમિતાભ બચ્ચનના કાનની નજીકમાંથી પસાર થઈ અને તેઓ માંડ માંડ બચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સીનના શૂટિંગ માટે ફિલ્મ ડિરેક્ટરે રિયલ બુલેટ મંગાવી હતી.ફિલ્મ 'શોલે' 1975માં 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને સલીમ ખાન તથા જાવેદ અખ્તરે લખી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, અમઝદ ખાન, જયા બચ્ચન તથા હેમા માલિની લીડ રોલમાં હતાં. ફિલ્મને રમેશ સિપ્પીએ ડિરેક્ટ કરી હતી અને પ્રોડ્યૂસર જી પી સિપ્પી હતા.

    પ્રીત મોહને 12 સવાલ સુધી લાઈફલાઈનનો ઉપયોગ કરીને 12 લાખ 50 હજાર રૂપિયાની રકમ જીતી હતી. ત્યારબાદ 25 લાખનો 13મો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલ ભારતીય હૉકી ખેલાડી સાથે જોડાયેલો હતો. આ સવાલ માટે તેમણે ફોન અ ફ્રેન્ડનો ઉપયોગ કર્યો પરંતુ લાઈફલાઈનનો કોઈ ફાયદો થયો નહીં. અંતે તેમણે આ ગેમ ક્વીટ કરી હતી.






Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121