ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર દીકરીના પિતા બન્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 12:06:37
  • Views : 434
  • Modified Date : 2020-12-31 12:06:37

    ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર પિતા બન્યા છે. મનોજ તિવારીએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. મનોજ તિવારીને મોટી દીકરી ઋતિ છે.

    મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠકની લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેઓ યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. ત્યારબાદ 2014માં ભાજપની ટિકિટ પરથી ઉત્તર-પૂર્વ દિલ્હીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2019માં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી છેલ્લે 2014માં ભોજપુરી ફિલ્મ 'દેવરા ભાઈલા દિવાના'માં કામ કર્યું હતું.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138