ભારતીય જનતા પાર્ટીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આગામી લોકસભા ચૂંટણી 2024 લડવા માટે પ્રસ્તાવ આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 12:42:32
  • Views : 116
  • Modified Date : 2024-03-08 12:42:32

મોહમ્મદ શમીએ ગયા વર્ષે વનડે વર્લ્ડકપ 2023માં માત્ર 7 મેચમાં 24 વિકેટ લઈ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેમને હાલમાં જ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉત્તર પ્રદેશના અમરોહમાં રહેનાર શમી ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. પરંતુ તે ઈજાને કારણે શમી વનડે વર્લ્ડ કપ બાદ કોઈ પણ મેચ રમ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે, ભાજપ આ પ્રસ્તાવને લઈને પહેલાથી જ મોહમ્મદ શમીનો સંપર્ક કરી ચૂક્યું છે. જોકે, છેલ્લો નિર્ણય શમીએ લેવાનો છે જેમણે હાલમાં સર્જરી કરાવી છે અને ક્રિકેટમાંથી બ્રેક પર છે,ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મોહમ્મદ શમી આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ભાજપના સુત્રોમાં એ પણ ચર્ચા હતી કે, શમીને મેદાનમાં ઉતારવાથી ભાજપ બંગાળમાં લઘુમતી બેઠકો જીતી શકાય છે.ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ શમીને બસીરહાટ લોકસભા સીટથી મેદાનમાં ઉતારવા માંગે છે. આ મતવિસ્તાર અત્યારે ખૂબ જ સંવેદનશીલ છે તાજેતરમાં મહિલાઓ પર અત્યાચારના ભયાનક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તે ફક્ત બસીરહાટ સીટમાં આવે છે. આ મતવિસ્તારમાં લઘુમતી મતોની સૌથી વધુ સંખ્યા છે.લોકસભા ચૂંટણી માટે હજુ તારીખની જાહેરાત થઈ નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં આ ચૂંટણી યોજાય શકે છે, લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે હાલમાં 195 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે.

Download Our B K News Today App



Related News