ભારતમાં મોટા હુમલાની તૈયારી, ISI અને ISISની બેઠકમાં.......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 17:55:42
  • Views : 523
  • Modified Date : 2019-04-29 17:55:42

પાકિસ્તાનની આઈએસઆઈ ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને ISISઆ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવ્યું છે. અહેવાલ અનુંસાર આઈએસઆઈએ થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાનમાં જૈશ અને આઈએસઆઈએસના આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી હતી.આઈએસઆઈ જેશ અને તલિબાનીઓ વચ્ચે પણ બેઠક કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરી રહી છે. જેથી કરીને કાશ્મીરમાં પુલવામા જેવા વધુમાં વધુ હુમલા કરાવી શકે.ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકી અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ સાથે છેલ્લા ઘણા સમયથી નાટો ફોર્સિસ વિરૂદ્ધ લડઈ લડી રહ્યાં છે. અમે તેના પર નજર રાખી રહ્યાં છીએ, પણ જે રીતે જૈશ અને ISIS વચ્ચે તાલમેલ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેનાથી લાગે છે કે આઈએસઆઈ ભારત વિરૂદ્ધ કંઈક મોટું ષડયંત્ર રચી રહી છે.ગુપ્તચર એજન્સીના આવા જ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ ફરી એકવાર જૈશ એ મૌહમ્મદનો ચીફ મસૂદ અઝહર સક્રીય થઈ ગયો છે. ગુપ્તચર એજન્સીઓના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં મસૂદ અઝહર જૈશના આતંકીઓ સાથે બેઠક યોજી ભારત પર પુલવામા જેવા વધુ એક હુમલા માટે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ અઝહરે બેઠક દરમિયાન એમ પણ કહ્યું છે કે, તે છેલ્લા 17 વર્ષથી ના તો ક્યારેય બિમાર થયો છે અને ના તો ક્યારેય હોસ્પિટલ ગયો છે.મસૂદ અઝહરે છેલ્લા કેટલાક દિવસ પહેલા બહાવલપુરમાં જૈશમાં અનેક મોટા આતંકવાદી હુમલા માટે જૈશની તૈયારીઓ જાણી હતી. એટલું જ નહીં જૈશના બહાવલપુર કેમ્પમાં બેઠક દરમિયાન મસૂદે ભારત પર પુલવામા જેવા અને મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ વાતથી સાબિત થાય છે કે આતંકવાદની ફેક્ટરી બની ગયેલા પાકિસ્તાન પર વૈશ્વિક દબાણની કોઈ જ અસર વર્તાતી નથી.

Download Our B K News Today App



Related News