Box Office પર 'ભારત'એ ટંકશાળ પાડી બનાવ્યો રેકોર્ડ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 12:35:36
  • Views : 560
  • Modified Date : 2019-06-11 12:35:36

સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી  રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી. અત્રે જણાવવાનું કે સલમાન ખાનની 'ભારત' પહેલા દિવસે જ પોતાની ગત બધી ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'ભારત'ના કલેક્શનના આંકડા ટ્વિટ કરીને પોસ્ટ કરતા લખ્યું કે પાંચમા દિવસે ફિલ્મે દેશમાં 150 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે બુધવારે 42.30 કરોડની કમાણી કરી, જ્યારે રિલીઝના બીજા દિવસે ગુરવારે 31 કરોડની કમાણી કરી. શુક્રવારે 22.20 કરોડ, શનિવારે 26.70 કરોડ અને રવિવારે 27.90 કરોડની કમાણી કરી લીધી. ફિલ્મે પાંચમા દિવસે કુલ 150.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' સતત સમાચારોમાં ચમકતી રહી છે. કેટરીના કૈફ અને સલમાનની જોડીને રોમેન્ટિક અંદાજમાં જોવી તેમના ચાહકોને હંમેશા ગમે છે. સલમાન ખાન સ્ટારર  ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની હિન્દી રિમેક છે. ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'માં 1950થી લઈને 2014 સુધીના એક સમયગાળાને એક સામાન્ય નાગરિકના દ્રષ્ટિકોણથી રજુ કરાયો હતો. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120