ભારત ફિલ્મનું પાંચમુ પોસ્ટર સામે આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 12:43:06
  • Views : 538
  • Modified Date : 2019-04-19 12:43:06

અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના અત્યાર સુધીમાં 4 પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. હવે સલમાન ખાનની મહત્વકાંક્ષી ફિલ્મનું પાંચમુ પોસ્ટર સામે આવ્યુ છે. પોસ્ટરમાં સલમાન અને કેટરીના કૈફ શાનદાર લુકમાં જોવા મળે છે. આ પહેલા સલમાને ભારતમાં પોતાના લુકના 4 પોસ્ટર્સ શેર કર્યા હતા. જેમાં તેમને યુવાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા માટે અલગ અલગ લુક દર્શાવવામાં આવ્યો છે.નવા પોસ્ટરમાં સલમાને લખ્યુ કે દરેક હસતા ચહેરા પાછળ દર્દ છુપાયેલું હોય છે અને તે દર્દ તમને જીવતું રાખે છે. ભારત કા વાદા. સલમાનના આ કેપ્શનમાં આપણે તેની અસલી જિંદગીનું દર્દ સમજીએ કે પછી આ ફિલ્મના પાત્રનું પોસ્ટરમાં પણ સલમાનનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. શર્ટ અને બ્લેઝર પહેરેલા સલમાનના પોસ્ટરમાં એક મધ્યમ ઉમરનો વ્યક્તિ દેખાઈ રહ્યો છે. તેના ચહેરા પર હલ્કી મુસ્કાન છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139