ભર ઉનાળે ત્રિપૂરામાં આવ્યું પૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 14:53:17
  • Views : 578
  • Modified Date : 2019-05-26 14:53:17

ત્રિપુરામાં વરસાદ અને આંધીના કારણે ભારે વિનાશ સર્જાયો છે. શુક્રવારે આવેલી આંધી અને તેની સાથે આવેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 750થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે રાહત શિબિરમાં ખસેડવા પડ્યા છે. જોકે, કોઈ જાનહાનીના સમાચાર નથી. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટાના પ્રમુખ સરત દાસે જણાવ્યું કે, "ઉત્તર ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લા પ્રભાવિત થયા છે."રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના એક રિપોર્ટ મુજબ રાદ શિબિરોમાં આશરો લેનારા લોકોમાંથી 739 લોકોમાંથી 358 ઉનાકોટી જિલ્લાના અને 381 વ્યક્તિ ઉત્તર ત્રિપુરા જિલ્લાના છે. ભારે વરસાદના કારણે 1,039 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગના જણાવ્યા અનુસાર પ્રભાવિત વિસ્તારમાં 40 હોડીને રાહત-બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News