જ્યોતિરાદિત્યએ કોંગ્રેસને ભોપાલથી લઈ દિલ્હી સુધી હચમચાવી દીધીકોંગ્રેસની સાથે છેડો ફાડી આખરે જ્યોતિરાદિત્ય ભાજપમાં સામેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:34:41
  • Views : 375
  • Modified Date : 2020-03-12 11:35:11

કોંગ્રેસને ભોપાલથી લઈને દિલ્હી સુધી હચમચાવી મુકનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો છે. આજે બપોરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ ગયા હતા. નડ્ડાએ સિંધિયાનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું અને તેમના દાદી રાજમાતા વિજયરાજે સિંધિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સિંધિયાની ભાજપમાં એન્ટ્રી એક પરિવારના સભ્યોની જેમ રહી હતી કારણ કે તેમના દાદીએ જનસંઘના સમયથ ભાજપમાં યોગદાન આપ્યું છે. સમગ્ર સિંધિયા પરિવાર ભાજપમાં જ્યોતિરાદિત્યની એન્ટ્રીથી હવે એક રીતે પૂર્ણ સિંધિત્યા પરિવાર ભાજપની છાવણીમાં છે. તેમના દાદી સ્વ.વિજયરાજે સિંધિયા આ પાર્ટીમાં હતા. યશોધરારાજે સિંધિયા આ પાર્ટીમાં હતા. સિંધિયાના અન્ય એક ફોઈ વસુંધરારેજ પણ ભાજપના નેતા છે અને તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા પણ પોતાની રાજકીય કેરિયરની શરૂઆતમાં  ૧૯૬રીતે પૂર્ણ સિંધિત્યા પરિવાર ભાજપની છાવણીમાં છે. તેમના દાદી સ્વ.વિજયરાજે સિંધિયા આ પર્ટીમાં હત. સિંધિયાના ૧૯૭૧માં  જનસંઘના સાંસદ તરીકે રહ્યા હતા.  મોડેથી તેઓ કોંગ્રેસમાં જાડાઈ ગયા હતા. મંગળવારના દિવસે જ્યારે દેશમાં હોળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે સિંધિયાએ ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સથે વાતચીત કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમન ૭,લોકકલ્યાણ માર્ગ સ્થત આવાસ પર મુલાકાત કરી હતી. ત્યારબાદ સિંધિયાએ
રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ૯મી માર્ચના દિવસે લખેલા પત્રમાં સિંધિયએ કહ્યું હતું કે તેમન માટે આગળ વધવાનો સમય આવી ગયો છે કારણ કે આ પાર્ટીમાં રહીને હવે દેશના લોકોની સેવા કરવામાં સક્ષમ દેખાઈ રહ્યા નથી.
કોંગ્રેસના મહાસચિવ અને અગાઉના ગ્વાલિયર રાજા પરિવારના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાના આ પગલાથી કોંગ્રેસ પાર્ટીમાં હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં કોઈ સમયે ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે રહેલા સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ૨૦૧૮માં મધ્યપ્રદેશ
વિધાનસભા ચુંટણી બાદ કોંગ્રેસે કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જાકે સમસ્યા હાલમાં શરૂ થઈ હતી જ્યારે સરકારમાં સિંધિયાના સમર્થકોને અવગણના કરીને કોંગ્રેસના લોકો આગળ વધી રહ્યા હતા. મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તેમની મહત્વકાંક્ષા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રિય નેતૃત્વમાં તેમની ફરિયાદ સાંભળવા માટે તૈયાર ન હતું. આ સપ્તાહના અંતમાં સિંધિયા અને કમલનાથ મંત્રીમંડળમાં છ મંત્રી બેંગલોર પહોંચ્યા હતા. તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ સ્પષ્ટતા થઈ હતી કે પાર્ટીમાં બળવો થઈ ગયો છે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. આની સાથે જ તેમના સમર્થક ૨૨ ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.

Download Our B K News Today App



Related News