દલેર મેહદી ભાજપ માં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 06:50:03
  • Views : 459
  • Modified Date : 2019-04-26 06:50:03

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધનની હાજરીમાં દહેર મહેંદી ભાજપમાં જોડાયા છે.થોડા દિવસ પહેલા પંજાબી ગાયક હંસરાજ હંસ અને એક્ટર સની દેઓલ પણ બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીએ હંસ રાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હી અને સની દેઓલને પંજાબના ગુરદારપુરથી ટિકિટ આપી છે. હવે દલેર મહેંદી પણ બીજેપીમાં જોડાઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે દલેર મહેંદીને પણ પંજાબની કોઈ સીટથી બીજેપી મેદાનમાં ઉતારી શકે છે.અગાઉ દલેર મહેંદી વર્ષ 2013માં દિલ્હીની પૂર્વ CM શીલા દીક્ષિતની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત 2014ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દલેર મહેંદીએ કોંગ્રેસ માટે ગીત પણ ગાયું હતું. દલેરે લગભગ સાડા ત્રણ મિનિટનું ગીત ગાયું હતું. દલેર મહેંદીના ગીતના શબ્દો હતા- અબ તો યારો નિકલ પડી હૈ મેરી દિલ્લી, કિયા હર ફૈસલા હર દિલ ને અબ નહીં રુકેગી મેરી દિલ્લી, ફિર સે કોંગ્રેસ કો લાએંગે દિલ્લી કો જિતાયેંગે.

Download Our B K News Today App



Related News