'ભાભી જી ઘર પર હૈ'ના એક્ટરનું રમતા-રમતા પડી જતા નિધન, ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-23 11:42:40
  • Views : 372
  • Modified Date : 2022-07-23 11:42:40


'ભાભી જી ઘર પર હૈ'ના એક્ટરનું રમતા-રમતા પડી જતા નિધન, ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું


ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. 'ભાભી જી ઘર પર હૈ'ના એક્ટરનું નિધન થયું છે. સીરિયલમાં મલ ખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.


શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સમાચારની કરી પૃષ્ટિ
શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અભિનીતે એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે જ શોના એક્ટર વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમને કહ્યું હતું કે,'હા, તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી રહ્યું નથી.'


2019માં થયા હતા લગ્ન
શોમાં છોકરીઓને ફ્લર્ટ કરનાર દીપેશ ભાન અસલ જિંદગીમાં પરણિત હતો. તેના લગ્ન 2019માં દિલ્હીમાં થયા હતા. જાન્યુઆરી 2021માં દીપેશ એક બાળકનો પિતા બન્યો હતો.


દીપેશે ઘણા શોમાં કામ કર્યું
દીપેશે ' ભાભી જી ઘર પર હૈ' પહેલાં 'કોમેડી કિંગ કોન', 'કોમેડી ક્લબ', ' ભૂતવાલા', 'એફઆઈઆર' સહિત અનેક શોમાં કામ કર્યું છે. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફાલતૂ ઉટપટાંગ ચટપટી કહાની'માં પણ દીપેશે કામ કર્યું છે. આ સાથે જ એક્ટર આમિર ખાન સાથે T-20 વર્લ્ડકપની જાહેરાતમાં પણ કામ કર્યું હતું.


 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138