ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 12:04:24
  • Views : 508
  • Modified Date : 2019-05-06 12:04:24

આંધ્રપ્રદેશના અનંતપુરમાં બે માસૂમ બાળકોના મોત તે સમયે થયા, જ્યારે ભૂખ મિટાવવા માટે માટીના ઢેફા ખાઈ લીધા. બાળકોનું નામ ચે સંતોષ અને વેન્નેલા. 3 વર્ષનો સંતોષ અને 3 વર્ષની વેન્નૈલા માસિયાઈ ભાઈ બહેન હતા. આ બંને બાળકોના માતા-પિતા છૂટક મજદૂર છે. રિપોર્ટ અનુસાર, વેન્નૈલા પોતાની માસી નાગમણીના ઘરે રહેતી હતી. ખાવાનું ન મળવાના કારણે બંને બાળકો માટી ખાવાના આદતી બની ગયા. એક અંગ્રેજી વેબ પોર્ટલ અનુસાર, સંતોષનું મોત 6 મહિના પહેલા થયું, જ્યારે બહેન વેન્નૈલાનું મોત 8 એપ્રિલના રોજ થયું. પાડોસિઓનું કહેવું છે કે, બંનેના મોત ભૂખના કારણે માટી ખાવાથી થયા છે.

Download Our B K News Today App



Related News